
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગની ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન ખરીદીમાં ગેરરીતિ, મનીષ મારકણા દ્વારા કાર્યવાહી માટે DDO ને આવેદનપત્ર અપાયું:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં દીવાનટેમ્બરૂન ગ્રામ પંચાયતમાં કચરાપેટી ખરીદવા ગેરરીતિ આચરવામાં આવી હોવાનાં આરોપ સાથે ઈન્ડિયા યુથ કોંગ્રેસ ગુજરાતના મંત્રી મનીષ મારકણાએ ડાંગ ડીડીઓ ને આવેદનપત્ર આપી સમગ્ર ગેરરીતિ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મનીષ મારકણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારની “મેરી પંચાયત” નામની એપ્લિકેશનમાં દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતના થયેલ/બાકી રહેલ કામોની વિગતો જોતા હતા ત્યારે દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં, જાહેર સ્થળો અને સ્કુલો અને આંગણવાડી પર કચરાપેટીના સાધનો (ડસ્ટબીન) ની 15 માં નાણાંપંચ (ગ્રામ્ય કક્ષા)માં વર્ષ 2020-21 ની કામગીરી બાબતનો ઉલ્લેખ હતો. જેથી અમો “મેરી પંચાયત” એપ્લિકેશનમાં ઉપરોક્ત બાબતે તપાસ કરતા એમાં કોઈ ફોટા અને ખરીદી બાબતે કોઈ જાણકારી ન હતી. જેથી અમો રૂબરૂ દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતના ગામોમાં તપાસ કરી ત્યારે ગામોમાં ડસ્ટબીન ફિટ/લાગેલી હતી. ત્યાં અમુક ગામના લોકો પાસે પૂછપરછ કરી ત્યારે ગામના લોકો દ્વારા કહેવામાં આવેલ આ ડસ્ટબીન ઘણા સમય ફિટ/લગાવેલી છે. ત્યારે અમોએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયત પાસેથી માહિતી માંગેલ હતી. ત્યારે માહિતી આધિકારીશ્રી દ્વારા અમોને લેખિતમાં જણાવેલ કે, અમોએ વર્ષ 2020-21માં ડસ્ટબીન બાબતે કોઈ ખરીદી કરવામાં આવેલ નથી. જેથી અમોએ આ બાબતે વધુ શંકા જતા અમોએ પ્રથમ અપીલ અધિકારીશ્રીને પ્રથમ અપીલ કરેલ ત્યારે અમોએ પ્રથમ આપીલ અધિકારી પાસે દલીલ કરેલ અને અમોને ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરેલ છે. જેના તમામ પુરાવા સાથે રજૂઆત કરેલ ત્યારે પ્રથમ આપીલ અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન બાબતે તપાસ કરી અમોને માહિતી પુરી પડેલ.
જે માહિતી જોતા અમો પણ વિચારમાં પડી ગયા કે, દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન ઘણા સમય પેલાજ ફિટ/લાગી ગઈ છે. ત્યારે આ ડસ્ટબીન બાબતે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી થઈ અને હાલમાં ડસ્ટબીન બાબતે ટેન્ડર પ્રક્રિયા કરેલ છે.
તો નીચે મુજબની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ડસ્ટબીન ખરીદીનો ભ્રસ્ટાચાર બહાર ખુલો પડે શકે છે.
(૧) દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન કઈ એજન્સીએ લગાવી હતી અને કોના આદેશથી કામગીરી કરવામાં આવેલ.
(૨) દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીનનું હાલમાં ટેન્ડર કઈ એજન્સીઓએ ટેન્ડર ભરેલ છે. અને કઈ એજન્સીને કામગીરી નક્કી કરવામાં આવશે.
(૩) દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન.
(૪) દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન ખરીદીની વહીવટીની 16/9/2021 માં મળેલ તો 5/12/2024 સુધી ખરીદીની પ્રક્રિયા કેમ ના કરી એની તપાસ કરવામાં આવે.
(૫) ઉપરોક્ત બાબતે દીવાનટેંમ્બરૂન ગ્રામ પંચાયતમાં 2020-21 ની ડસ્ટબીન ખરીદી તપાસ કરવામાં આવે અને ડસ્ટબીન બાબતે અને અન્ય કામો અને ખરીદીના તમામ ચુકવણા બીલો અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વારંવાર મનીષ મારકણા દ્વારા ગ્રામ પંચાયતોમાં થતાં ભ્રષ્ટાચાર ગેરરીતિઓ બહાર લાવવામાં આવતી જ હોય છે. હવે જોવું રહ્યું કે, કચરાપેટી ખરીદી બાબતે થયેલી ગેરરીતિ અંગે ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે.