મારું ગામ મારાં ન્યુઝરાષ્ટ્રીય

જીલ્લામાં આજે ખેડૂતોને વન-અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવ્યું:

નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના કણજી ગામે કુલ 49 ખેડૂતોને અને મોહબી ગામના 79 ખેડૂતોને "સનદ" સરકાર દ્વારા સુપ્રત કરવામાં આવી,

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા બ્યુરો ચીફ.  નિતેશભાઈ વસાવા

નર્મદા જીલ્લાનાં  ડેડીયાપાડા તાલુકાના  કણજી ગામે કુલ 49 ખેડૂતોને  અને મોહબી ગામના 79 ખેડૂતો  મળી કુલ ૧૨૮ ખેડૂતોને સનદ સરકાર દ્વારા  સુપ્રત કરવામાં  આવી હતી, આ પ્રસંગે મા.જી વનમંત્રી મોતીભાઈ વસાવા તેમજ માનસિંગભાઈ તેમજ અન્ય સામાજિક આગેવાનોએ આપી હતી હાજરી અને આ કાર્યક્રમમાં આવેલ ખેડૂત લાભાર્થીઓને  માજી વનમંત્રી મોતીભાઈ વસાવા અને માનસિંગભાઈનાં વરદ હસ્તે સનદ વિતરણ કરવામાં આવી હતી.

આજ રોજ તારીખ 04/08/2020 મંગળવારના રોજ કણજી ગામમાં વિસ્તરણ અધિકારી તથા તલાટી કમ મંત્રી, પીપલોદ રેન્જના RFO, નેચરલ વિલેગ ગ્રૂપ – નર્મદાના અધ્યક્ષ ભરત એસ તડવી(NVG) તથા ગામના વડીલજનોની રહ્યા ઉપસ્થિતિ:

ગ્રામ્ય વન સમિતિના પ્રમુખ અમીર વસાવા અને ગ્રામ્ય ખેડૂતોના સાથસહકાર થી જે ખેડૂતે દાવા અરજી કરેલ અને જૂની સનદ મળેલ હોઈ તેવા કણજી, ખાલ, સુરપાન ગામના ખેડૂતોને સનદ જમીનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

સાથે જ આજ રોજ અણદુ તથા ગુમીના ગામના વન અધિકાર પત્રનુ ( સનદ)  વિતરણ કરતા માજી વનમંત્રી મોતિભાઈ વસાવા: તાલુકા ભાજપાના પ્રમુખ માનસિંગભાઈ વસાવા તથાં યુવા ભાજપા પ્રમુખ ધરમસિંગભાઈ વસાવા સહિત આ કાર્યક્રમમાં અન્ય આગેવાનો  હાજર રહી સનદ વિતરણ કરવામાં આવી હતી. જૂની દાવા અરજી માઞી ને નવી સનદ આપવામાં આવેલ છે।  હાલમાં આજ રોજ અપાયેલી  નવી સનદમાં  જમીનનું ક્ષેત્રફળ  વધારે આપવામાં આવેલ  છે,  જે પહેલાનાં જુના  હક પત્રકમાં જમીન  ઓછી હતી: સરકારનાં આ નવતર અભિગમ થી નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા અને સાગબારા પંથકના ખેડૂતોમાં જોવાં મળ્યો ખુશીનો માહોલ:
સાથે જ નર્મદાનાં સાગબારા તાલુકાના પાડા ગામે આદિવાસી ભાઈઓ અને બહેનોને વર્ષોથી ખેડાતી આવેલી જમીનોના વન અધિકાર પત્રો આપવામા આવ્યા, જે પ્રસંગે સાગબારા  વિસ્તારનાં આગેવાન, વડીલો અને વિભાગના અધિકારીઓ  ઉપસ્થિત રહી પ્રસંગનાં બન્યાં સાક્ષી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है