દક્ષિણ ગુજરાત

વાંસદા પોલીસે કર્યો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો આઇશર ટેમ્પો સહીત મુદ્દામાલ જપ્ત:

પ્રોહી ગુનામાં કુલ રૂપિયા ૧૩૦૭૬૨૦/-નો મુદ્દામાલ કર્યો જપ્ત: વાંસદા પોલીસે બે ઈશ્મોની ધરપકડ,ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો આઇશર ટેમ્પો ઝડપાયો!

. 

નવસારી જીલ્લાનાં વાંસદા પંથકમાં એક અઠવાડિયામાં ત્રીજી વખત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો આઈશર ટેમ્પો પકડાયો વાંસદા પોલીસને ખાનગી બાતમીનાં  આધારે મહારાષ્ટ્ર ઉમરથાણા તરફ થી એક કથથઇ કલરનો બંધ બોડી નો આઈશર ટેમ્પો નંબર GJ.19.V.2070 આવી રહ્યો છે ની બાતમી મળેલ  હતી. સદર બાતમી વાળો  ટેમ્પો પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બીલમોડા નાકા પાસે ઉભા રાખતા ડ્રાઇવર ક્લીનર ભાગતા જ  ઝડપી પાડ્યા હતા. ટેમ્પોમાં વધુ  તપાસ કરતા ગુના માં વપરાયેલ ટેમ્પોની  બોડી માં ખાના બનાવ્યા હતા તેમાં સંતાડેલ  ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો, અને આખા  ટેમ્પોમાં ભાતનું ભુસું ( કુંશકી) ના કોથળા ભરેલા હતા.ટેમ્પો બીલમોડા નાકા થઈ સુરત તરફ જઈ  રહ્યો હતો. ટેમ્પો ડ્રાઇવર ક્લીનર ઝડપાતા તેઓ થી મળેલ માહિતી આધારે પેટ્રોલીંગ ગાડી ગ્રે કલર ની મારુતિ સુઝુકી કંપનીની  સિયાઝ ફોરવ્હીલ GJ .15. 8620 પોલીસ ને જોઈ ગાડી રિવર્સ લઈ ઉમરથાણા મહારાષ્ટ્ર તરફ ગાડી હંકારી નાસી ગયેલ હતા. ડ્રાઈવર ક્લીનરને વધુ  વિસ્તારમાં પૂછતાં ડ્રાઈવર નું નામ તુલસી ભાઈ હળવદ રાઠોડ રહે.ભાગલ. ટાંકી ફળિયું.જી.વલસાડ  અને ક્લીનર નું નામ. રણજીત જોહન તિરકી રહે. ભાગલ જી. વલસાડ  ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ ૨૧૦૦ બોટલની કિંમત અંદાજિત ૭.૯૫.૬૦૦ અને ગાડીની કિંમત રૂપિયા ૫.૦૦.૦૦૦/- મોબાઈલ રૂ.૩૦૦૦ રોકડ રકમ રૂપિયા ૪૦૨૦ કુલ મુદ્દદામાલ  રૂપિયા ૧૩૦૭૬૨૦/-નો  માલ કર્યો જપ્ત: અને વાંસદા પોલીસે બે ઈશ્મોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

પ્રોહી. માલ  આપનાર રહે નારોલી સેલવાસ અર્પિત પટેલ અને પાયેલોટિંગ કારનાર કેતન રમણ પટેલ રહે .નાની સરોણ. જી વલસાડ. માલ લેનાર.નિલેશ શિંધી રહે બરોડા .રાજપીપલા થઈ ટેમ્પો લઈ જવાના હતા, તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ  છે, વાંસદા પોલિસને મોટી સફળતા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है