મારું ગામ મારાં ન્યુઝ

જિલ્લા પ્રમુખશ્રીના હસ્તે ઉમરવાવ નજીક ગામના અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

જિલ્લા પ્રમુખ સુરજ વસાવાના હસ્તે ઉમરવાવ નજીક ગામના અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ:

જિલ્લાના તમામ અમૃત સરોવરો ખાતે આગામી ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું આયોજન; 

 વ્યારા-તાપી :  તાપી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે આવેલ અમૃત સરોવર ખાતે તાપી જિલ્લાના પ્રમુખશ્રી સુરજ વસાવાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમણે અમૃત સરોવરો ખાતે થઈ રહેલ સુશોભનનું નિરીક્ષણ પણ કર્યું હતુ. આ વેળાએ ડી.આર.ડી.એ ડિરેક્ટર અશોક ચૌધરી, ગડતના જિલ્લા સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, અને ગામના આગેવાનો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં વૃક્ષારોપણમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભા૨ત સ૨કા૨શ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીનાં ભાગરૂપે દેશના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવ૨નાં નર્વનિર્માણ/ નવીનીકરણ ક૨વા માટે જણાવેલ છે. જે અન્વયે, જિલ્લાવા૨ ૨૦ અમૃત સરોવ૨ના સ્થળે ૧૫ મી ઓગસ્ટ, ૨0૨૨ નાં દિવસે સ્થળ ધ્વજ વંદનનાં કાર્યક્રમની ઉજવણી ક૨વામાં આવનાર છે. આ ઉજવણી પહેલા અમૃત સરોવરો ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है