મારું ગામ મારાં ન્યુઝ

ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળતા પિતાએ ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે શાળા સંચાલકો સામે ફરિયાદ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

વાડવા ગામના આશ્રમ શાળામાં ભણતા અને ત્યાંથી ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળતા પિતાએ ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે શાળા સંચાલકો સામે ફરિયાદ આપી;

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશ નો પુત્ર આશ્રમ શાળા માથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પિતા એ આશ્રમ શાળા ના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે અરજ કરી છે.

અરજદાર રમેશભાઈ શાંતિલાલ વસાવા નાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર થાય છે અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો- ૧૨ માં અભ્યાસ કરતા હતા . તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ નારોજ રમેશભાઈ નાં બેન રમણીબેન ભરતભાઇ વસાવાનાઓ મારા પુત્રને મુલાકાત કરવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા અને તેમને જાણ થયેલ કે , મારો પુત્ર તા .૧૯ / ૦૯ / ૨૦૨૨ નારોજ શાળામાંથી ગુમ થયેલ છે, રમણીબેન ભરતભાઇ વસાવાએ ફોનથી ગુમ થવા અંગેની જાણ કરેલી જેથી અમો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા , કેવડી ના શિક્ષકોને પૂછપરછ કરતાં શિક્ષકોએ ઉડાવ જવાબ આપેલો અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડીના આચાર્યા તથા શિક્ષકો અને હોસ્ટેલના ગૃહપતિએ તા.૧૯/૦૯/૨૦૨૨ થી ગુમ છે જેની જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવેલ નથી અને તેમના પુત્ર આટલા સમયથી ગુમ હોવા છતાં જાણ કરવામાં આવેલ નથી માટે પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધવા માટે ગયા તે દરમ્યાન જાણવા મળેલ કે , તા . ૨૨/૦૯/૨૦૨૨ નારોજ એક બિન વારસી લાશ મળેલ જે લાશનો નિકાલ થઈ ગયેલ છે પરંતુ એ લાશના કપડાં , ચાવી બેલ્ટ સહિતની વસ્તુ બતાવતા એ તમામ મરનાર સંજયના હોવાનું જાણ થતાં તેમના પુત્રને કોઈએ મારી નાખેલ હોવાનું જણાતા વકીએ આ બાબતે ઉમરપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલી નાં સ્ટાફ સામે ગુનો દાખલ કરવા લેખિત અરજી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है