મારું ગામ મારાં ન્યુઝ

અંતાપુરના લોક લાડીલા જનપ્રતિનિધિ ગતરોજ જિંદગીની જંગમાં હારી ગયા.! આજે અંતિમ વિદાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

અંતાપુર ગામનાં સતત 3 વખતથી ચૂંટાઈ આવેલ લોક લાડીલા જનપ્રતિનિધિ આ જિંદગી ની જંગમાં ગત રોજ હારી ગયા.!

તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામના નીડર અને ખાંતીલા એવાં કોંગ્રેસ ના પૂર્વ સરપંચશ્રી બાલુભાઈ ધનજીભાઈ પવાર રહે. અંતાપુરના લોક લાડીલા જનપ્રતિનિધિ ગતરોજ જિંદગી ની જંગમાં  હારી ગયા.!

ભગવાન પ્રકૃતિ દેવ એમને પોતામાં સમાવી લે અને તેમનાં પરિવાર ને દુઃખ ની ઘડી માં ખુબ જ દિલશો પૂરો પાડે…

અંતાપુર સહીત આજુબાજુના ગામોમાં શોક ની કલીમાં, 

 શોક સંદેશ: લોક પ્રતિનિધિ, સેવાભાવિ એવાં માજી સરપંચશ્રી બાલુભાઈ પવાર નું નાતંદુરસ્તી ના લીધે ધરમપુર હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ અવસાન થયેલ છે, જેની અંતિમ ક્રિયા આજે સવારે 10:00 કલાકે રાખવામાં આવેલ છે, એમ પરિવાર દ્વારા મિત્રો મંડળને જાણ ખાતર જણાવવામાં આવેલ,

આજે પંચ મહાભુતમાં તેઓનું પાર્થિવ શરીર વિલીન થશે,  

 વ્યારા અને ડોલવણ તાલુકા કોંગ્રેસના સરપંચ સંગઠનમાં શોક ની લાગણી ફેલાઈ છે, અને પ્રભુ તેમની આત્માને શાંતી આપે અને તેમનાં પરિવાર ને દુઃખ સહન કરવા માટે તાકાત પુરી પાડે તેવી પ્રભુ પ્રાર્થના,

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है