દેશ-વિદેશ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે તા.૧૦મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે;

નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારા આયોજન અંગે બેઠક યોજાઇ;

        નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી,૨૦૨૩ ને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી ગાંધીએ જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

             સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ મહોત્સવના નોડલ અધિકારીશ્રી અને નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, SOUADTGA ના અધિક કલેકટશ્રી ધવલભાઇ જાની અને ગુજરાત પ્રવાસન નિગમના (TCGL) ઝોનલ ઇજનેરશ્રી શ્યામલ પટેલે પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है