રાજનીતિ

સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગમાં કાર્યકર્તાઓ સહીત અનેક ઉમટી પડ્યા : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા

ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી આયોજિત મિટિંગ માં  કાર્યકર્તાઓ સહીત અને યુવાનો ઉમટી પડ્યા :

      આમ આદમી પાર્ટીમાં જ્યારથી ચૈતર વસાવા અને એમની આખી ટીમનું આગમન થયું છે ત્યારથી જ આમ આદમી પાર્ટી  ડેડીયાપાડામા વધુ મજબૂત થતી જણાઈ આવે છે અને આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ છે, ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે સર્કિટ હાઉસના હોલમાં એટલા બધા કાર્યકર્તાઓ  ઉમટી પડ્યા હતા કે હોલ બિલકુલ નાનો પડ્યો હતો જેથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને હોલની બહાર ખુલ્લા ઓટલા પર મીટીંગ કરવા મજબૂર થવું પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજવામાં આવી તેમાં આવનારી ૧૪૯ વિધાનસભાની જે તે ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે તે બાબતે ચર્ચાઓ કરી અને વધુને વધુ કાર્યકર્તાઓને જોડવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને પોત પોતાના ગામડે જઈને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ગેરંટી યોજના ઓના પ્રચાર પસાર કરવા દરેકે દરેક કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું.

અગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે ડેડીયાપાડા બેઠક કબજે કરવાં રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, 

આ મિટિંગમાં ઉપસ્થિત નવાગામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ચૈતર વસાવા,૧૪૯ વિધાનસભાના સંગઠન મંત્રી સામસિંઘભાઈ વસાવા, ડોક્ટર કિરણ વસાવા, માજી ઉપપ્રમુખ માધવસિંહ વસાવા, જરગામ પંચાયતના સરપંચ શ્રી દેવાભાઈ વસાવા, જગદીશભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના પ્રમુખ, આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ વસાવા અને અલગ અલગ પંચાયતમાંથી સરપંચ શ્રીઓ, માજી સરપંચ શ્રી ઓ, જિલ્લા પંચાયતના માજીસદસ્ય શ્રીઓ, તાલુકા પંચાયતના માજી સદસ્ય શ્રીઓ અને અનેક કાર્યકર્તાઓ આ મિટિંગમાં સામેલ થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है