રાજનીતિ

રાજપારડી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્ર ના કાર્યકરો ની સંકલન બેઠક યોજાઈ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ 

રાજપારડી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં 152 ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્ર ના કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ: 

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ હોટલ આશીર્વાદ માં 152 ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્ર ના આમ આદમી પાર્ટીનાં કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સંકલન બેઠક માં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિષે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામેગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા ની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા.

 આ કાર્યક્રમમા મનોજ સોરઠીયા પ્રદેશ મહામંત્રી, જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી, પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ સહીત મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જનકુમાર વસાવા  દક્ષિણ ગુજરાત, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है