રાજનીતિ

ડેડીયાપાડા 149 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેરમાબેન વસાવાની જાહેરાત: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા 149 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે જેરમાબેન વસાવાની જાહેરાત: 

નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તાર મા સહુ પ્રથમ વખત જ કોંગ્રેસે મહિલા ઉમેદવાર ને ટિકિટ ફાળવી…

કોંગ્રેસ પક્ષ વર્ષોથી સત્તામા નથી છતાં જૂથબંધી ચરમસીમા પર…

પુર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા જૂથબંધી નો ભોગ બન્યા: 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કૉંગ્રેસે ગુરુવારે મોડી રાત્રે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલાં ગત શુક્રવારે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે જ ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા હતા અને બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી.

    નર્મદા જીલ્લા માં સમાવિષ્ટ થતી આદિજાતિ માટે અનામત બે વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો ની પસંદગી રાજકિય પક્ષો માટે માથાનો દુખાવો બની છે, જેમાં સત્તાધારી ભાજપ સહિત વિપક્ષ કોંગ્રેસ તેમજ પ્રથમ જ વાર વિધાનસભા ચૂંટણી ઓમા ઝૂકાવનાર આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં ઉમેદવાર ની જાહેરાતો બાદ અસંતોષ ચરમ સીમાએ પહોંચ્યા છે.

    ત્યારે ડેડીયાપાડા ના કાઁગ્રેસ ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા જેરમાબેન વસાવા ને ટિકિટ ફાળવી છે, આદિવાસી વિસ્તાર એવા ડેડીયાપાડા માં કોઈ મહિલા ઉમેદવાર ને કાઁગ્રેસ દ્વારા પોતાના વિધાનસભા ના ઉમેદવાર બનાવાયા હોય એવો આ પ્રથમજ બનાવ છે. જોકે આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા નો પત્તો કપાયો છે.જેરમાબેન્ન વસાવા જોકે કોંગ્રેસ ના ડેડીયાપાડા ખાતે ના એક સંનિષ્ઠ કાર્યકરો પૈકી ના ઍક છે,લોકો માં સારી એવી પકડ જમાવી છે, પરંતુ દાયકાઓ થી કાઁગ્રેસ પાર્ટી ગુજરાત માં સત્તા થી દુર છે છતાં પણ જૂથબંધી ચરમસીમાએ જોવા મળે છે!!! એક ઉમેદવાર ની પસંદગી થાય તો બીજો તેના મતો કાપતો હોવાની ફરીયાદો ભૂતકાળ માં ભારે ચર્ચાસ્પદ બની હતી, ઉમેદવારો હાર્યા પણ હતા અને ઉમેદવારો એ ફરીયાદો મોવડી મંડળ સુધી પણ પહોંચાડી હતી. એક કોંગ્રેસી નેતા એતો પોતાના મત વિસ્તાર ને છોડી છેક ડેડીયાપાડા પહોંચી કાઁગ્રેસ ના ઉમેદવાર વિરૂદ્ધ અપક્ષ ઉમેદવાર ને ઊભો રાખવા પોતાનુ પીઠબળ પૂરું પાડ્યું હતું, વિરૂદ્ધ માં પ્રચાર કર્યો હતો જેની ફરિયાદ છેક દિલ્હી સુધી જ્યારે સ્વ. અહેમદ પટેલ જીવતા હતા ત્યારે તેમના સુધી પહોંચી હતી!!!

 આ તો કોંગ્રેસ છે !! ભલે ને સત્તા મેળવવા માટે દાયકાઓ થી વનવાસ ભોગવી રહ્યા છે પરંતુ એક બીજાની કાપમકાપી માંથી ઊંચા આવે તો કોંગ્રેસી શાના. હવે જ્યારે ડેડીયાપાડા ના ઉમેદવાર તરીકે જેરમાંબેન વસાવા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ગયા છે તો સામે આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવા ને ટિકિટ ફાળવી છે, જ્યારે BTP એ બહાદુર વસાવા ને મેદાનમાં ઉતર્યા છે,આ બેઠક ભાજપા માટે શિરદર્દ સમાન છે 160 ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી છતાં ડેડીયાપાડા બેઠક ના ઉમેદવાર ની પસંદગી હજી ભાજપે કરી નથી!!

આદિવાસી વિસ્તાર ની આ બેઠક ઉપર ચતુષ્કોણીય ચૂંટણી જંગ જામશે. તેના વિજ્યનો સરતાજ કોના માથે બંધાય છે એ જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है