રાજનીતિ

ઝઘડિયા તાલુકામાં આવેલ આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રામાં યુવાધન ઉમટ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

ઝઘડિયા તાલુકામાં આવેલ  આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રામાં યુવાધન ઉમટ્યું: યુવાનોનાં જોશ થી  સત્તાપક્ષ અને રાજકારણમાં રાજકીય ગરમાટો વધી જવા પામ્યો હતો. 

આમ આદમી પાર્ટીના  ગુજરાત પ્રદેશના કદાવર નેતા અને વરીસ્ટ પત્રકાર એવા  ઇશુદાન ગઢવીએ કર્યા  ભાજપા સરકાર ઉપર આકરા પ્રહાર; 

ભરૂચ: સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રામાં કાઢવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ અનેક તાલુકા કક્ષાએ જનસંવેદના યાત્રા યોજીને અસંવેદનશીલ સરકારને કોરોના કહેરમાં દુખદ મૃત્યુ પામેલા પરિવારને આર્થીક સહાય મળી રહે અને ગુજરાતની  સરકાર લોકો પ્રત્યે સંવેદનશીલ બને માટે લોકોની સંવેદના માટે આપ પાર્ટી મુલાકાત યોજી રહી છે, 

ઝઘડિયા સ્થિત કાર્યક્રમ ની સરૂઆત પહેલા કોરોના કાળમાં સ્વર્ગલોક પામેલાં લોકોને મોંન પાળીને  શ્રધ્ધાંજલિ અપાઈ હતી, 

આમ આદમી પાર્ટીના  ગુજરાત પ્રદેશના કદાવર નેતા  ઇશુદાન ગઢવીએ કર્યા  ભાજપા સરકાર ઉપર આકરા પ્રહાર; તેમણે ઉમેર્યું કે ગુજરાતની  ભાજપા સરકાર  જુઠ્ઠાણું ફેલાવતી પાર્ટીની સરકાર છે – ઇશુદાન ગઢવી

૬૦/- રૂપિયા લિટર પેટ્રોલનો વિરોધ કરતી ભાજપા પાર્ટીના કાર્યકરોની ૧૦૦/- રૂપિયા લિટર પેટ્રોલ નો વિરોધ કરવાની હિંમત નથી; 

આવનારી ૨૦૨૨ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને ૧૨૦ સીટ લાવવા માટે મહેનત કરવાની ઇશુદાન ગઢવીની તમામ  કાર્યકરોને હાકલ કરી હતી, અને કાર્યકરો, યુવાનોમાં જોશ ભરવાનું કામ કર્યું હતું,  આમ આદમી પાર્ટી આપણા જેવાં આમ આદમીની છે, જયારે હાલની સરકાર મૂડીવાદીઓની અને કંપનીઓની સરકાર છે,   અને હાલની સરકારને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે, તેમ  ઉમેર્યું હતું. 

ઝઘડિયા ખાતેની આપ પાર્ટીની જનસંવેદના યાત્રામાં ગુજરાત પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી, દક્ષિણ ઝોનન સંગઢન મંત્રી રામ ધડુક, હરેશ જોગરાણા, ભરૂચ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, જિલ્લા મહામંત્રી પ્રફુલસિંહ પરમાર, તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર સહીત સેકડો યુવાનો હાજર રહયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है