રાજનીતિ

અગામી યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સમિક્ષા બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

માંડવી નગર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી  દ્વારા આયોજિત  157 વિધાનસભાનો અગામી  સ્નેહ મિલન સભારંભ ગોડસંબા ગામ  ખાતે યોજાનાર હોય જે અંતર્ગત  ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સમિક્ષા બેઠક યોજાઈ :

માંડવી નગર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા ૧લી નવેમ્બરના રોજ ગોડસંબા ખાતે 157 વિધાનસભા નો સ્નેહમિલન સભારંભ અંગે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી, આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારીએ કર્યું હતું. તેમજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈ પારેખે પહેલી નવેમ્બર ના રોજ યોજાનાર સંમેલન અંગે માંડવી તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના કોર્પોરેટર મિત્રો તેમજ હોદ્દેદારો તથા કાર્યકરોએ મોટી સંખ્યામાં કાર્યકરોને લાવવા જણાવ્યું હતું.

તેમજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યક્રરો નેઉપસ્થિત રહેવા આવન કર્યું હતું. તેમજ ૧લી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારાવર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કાર્યકરો એ એકરગીતા થી વધુમાં વધુ કાર્યકરો ઉપસ્થિત રહે તે માટે કામે લાગી જવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં માજી ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન કુવરજીભાઈ હળપતિ, જિલ્લા મંત્રી ચંદુભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ, ગણેશભાઈ ગામીત એપીએમસી ચેરમેન જશવંતભાઈ ચૌધરી, રેખાબેન વસી, માંડવી નગર તાલુકા સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટર મિત્રો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

પત્રકાર :  ઈશ્વરભાઇ સોલંકી માંડવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है