દેશ-વિદેશ

ભારત- ગુજરાત, તાપી જીલ્લામાંથી યુ. એન.માં ભારતનું પ્રતિનિધિત્વ આદિવાસીઓ કરશે:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ભારત- ગુજરાતમાંથી યુ. એન.માં ભારતનું પ્રતિનિધિત્વ આદિવાસીઓ કરશે: UN અધિવેશનમાં ભાગલેવા ગુજરાત,તાપી થી યુનાઇટેડ નેશન જીનેવા (સ્વિઝરલેન્ડ) ની મુસાફરીએ ઉપાડતા પહેલા ટીમની શુભેચ્છા  મુલાકાત  લેતાં સામાજિક અગ્રણીઓ: મંગલકારી યાત્રાની સુભેચ્છાઓ પાઠવી; 

ગુજરાતમાંથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેડ ક્વાટર જીનીવા (સ્વિઝરલેન્ડ) માં તારીખ 04/07/2022 થી 08/07/2022 થી પાંચ દિવસ 15 મુ આદિવાસીઓના આપેલા અધિકારોની મૂલ્યાંકન અધિવેશનમાં ભારત ના આદિવાસીઓના પ્રશ્નો – તેમજ ઉકેલની વાતો સમાજનાં  અગ્રણી  અમરસિંહ ઝેડ. ચૌધરી (આદિવાસી સમનવય મંચ – ભારત) લાલસિંગ સી. ગામીત – સામાજિક કાર્યકર્તા સંયુક્ત રાષ્ટ્રમાં બીજી વખત તક મળી હોય ત્યાં ખાસ આદિવાસી, દલિત, શોષિત, મુસ્લિમ સમુદાયો પર માનવ અધિકારોની મુખ્ય વાતો કરશે.
જેમાં મુખ્યત્વે: 
(1)આદિવાસી વિસ્તારમાં પ મુ અને ૬ ઠ્ઠા શિડ્યુલની નાં થતા ઉલઘન ની રજૂઆત
(2) આદિવાસી વિસ્તારમાં જળ, જમીન, જંગલ સંસાધન ની લૂંટની રજૂઆત
(3) આદિવાસી વિસ્તારની શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સમસ્યા 
(4) આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે લોકોને સ્થળાંતર કરવાનો  મુદ્દો
(5) આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી, રીતરિવાજ ની રજૂઆત
(6) ભારતની જન ગણનામાં આદિવાસીઓની વસ્તી ગણતરીમાં અલગ કોલમની રજૂઆત
(7) ફરી બીજી વખત ભારતમાં આદિવાસીઓ  છે ની UN રજૂઆત કરવામાં આવશે.
ઉપર મુજબના તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.અને ત્યાં પેપર રજુ કરવામાં આવશે. સાથે ભારતમાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. જેમાં ખાસ સમુદાય એટલે કે  આદિવાસી, મુસ્લિમ, દલિત ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે , જેના કારણે ભારતમાં માનવ અધિકારોનું ચિર હરણ જે થઈ રહ્યું છે એની રજૂઆત પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રજૂ કરવામાં આવશે, 
આ સાથે અગ્રણી એવા અમરસિંહ ઝેડ. ચૌધરીએ જણાવ્યું કે દુનિયાના આદિવાસી દેશોના પ્રતિનિધિઓ ભારતના આદિવાસીઓના સવાલથી વાકેફ થાય. યુ. એન. કોઈ મદદ કરે એ હેતુ થી ભારતના વંચિત સમુદાયની કડવી વાસ્તવિકતા રજુ  કરવા જઈ રહ્યા છે જેનું અમને દુઃખ છે પરંતુ એના સિવાય હવે કોઈ રસ્તો દેખાતો નથી. એવું તેઓએ  જણાવ્યું હતું,
અંતે UN જતી આ ટીમને શુભેચ્છા આપવા માટે  આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ચૌધરી તથા ઢોડિયા સમાજ ના આગેવાન મનિષ ઢોડિયા હળપતિ સમાજ ના આગેવાન કેશવભાઈ રાઠોડ તથા રાહુલ ગામીત, હેમંત ઢોડિયા, જગદિશ ચોધરી તથા મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है