દેશ-વિદેશ

પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ પર G20 મંત્રીસ્તરીય સંમેલનને સંબોધન કર્યું: 

"જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે":-પ્રધાનમંત્રી

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ પર G -20 મંત્રીસ્તરીય સંમેલનને સંબોધન કર્યું: 

“જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે”

1.4 મિલિયનની સાથે, ભારતમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં 46% મહિલાઓ છે” “ભારતમાં મહિલાઓ મિશન લાઈફ’- જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે “પ્રકૃતિ સાથેના તેમના ગાઢ જોડાણને ધ્યાનમાં રાખીને, મહિલાઓ આબોહવા પરિવર્તનના નવીન ઉકેલોની ચાવી ધરાવે છે.

“આપણે એવા અવરોધોને દૂર કરવા માટે કામ કરવું જોઈએ જે બજારો, વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓ અને પરવડે તેવા ફાઇનાન્સમાં મહિલાઓની સુલભતાને મર્યાદિત કરે છે” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની જી20 અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ પર નવું કાર્યકારી જૂથ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત મહિલા સશક્તિકરણ પર મંત્રીસ્તરીય પરિષદને સંબોધન કર્યું હતું.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધીના નામથી ઓળખાતા શહેર ગાંધીનગરમાં તેના સ્થાપના દિવસ પર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, તેમને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેવાની તક મળી રહી છે. જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓ માટે તાત્કાલિક અને સ્થાયી સમાધાન શોધવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે. ગાંધી આશ્રમમાં ગાંધીજીની જીવનશૈલીની સરળતા અને ટકાઉપણા, સ્વનિર્ભરતા અને સમાનતાના તેમના સ્વપ્નદ્રષ્ટા વિચારોને પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહાનુભાવોને તે પ્રેરણાદાયક લાગશે તેમણે દાંડી કુટર મ્યુઝિયમની મુલાકાત લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને માહિતી આપી હતી કે ગાંધીજીનો પ્રખ્યાત સ્પિનિંગ વ્હીલ અથવા ચરખી નજીકના ગામમાં ગંગાબેન નામની મહિલાને મળ્યો હતો. ત્યારથી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજીએ ખાદી પહેરવાની શરૂઆત કરી હતી, જે સ્વનિર્ભરતા અને ટકાઉપણાનું પ્રતીક બની ગઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે મહિલાઓ સમૃદ્ધ થાય છે. ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે.” તેમણે નોંધ્યું હતું કે, તેમનું આર્થિક સશક્તિકરણ વૃદ્ધિને ઇંધણ પૂરું પાડે છે અને શિક્ષણની તેમની સુલભતા વૈશ્વિક પ્રગતિને વેગ આપે છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે તેમનું નેતૃત્વ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે અને તેમનો અવાજ સકારાત્મક પરિવર્તનની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહિલાઓના સશક્તિકરણનો સૌથી અસરકારક માર્ગ મહિલાઓની આગેવાની હેઠળ વિકાસલક્ષી અભિગમ મારફતે છે તથા ભારત આ દિશામાં મોટી હરણફાળ ભરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ પોતે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે છે અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સંરક્ષણ દળના કમાન્ડર-ઇન ચીફ તરીકે સેવા આપે છે, તેમ છતા તેઓ એક નમ્ર આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. આ લોકશાહીની માતામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણે શરૂઆતથી જ મહિલાઓ સહિત તમામ નાગરિકોને સમાનરૂપે ‘મતાધિકાર’ આપ્યો હતો અને ચૂંટણી લડવાનો અધિકાર પણ સમાનતાના આધારે આપવામાં આવ્યો હતો પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ આર્થિક, પર્યાવરણ અને સામાજિક પરિવર્તનની મુખ્ય એજન્ટ છે, તેમણે જાણકારી આપી હતી કે, ભારતમાં ગ્રામીણ સ્થાનિક એકમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં 46 ટકા મહિલાઓ છે, જેની સંખ્યા 14 લાખ છે. સ્વ-સહાય જૂથોમાં મહિલાઓનું એકત્રીકરણ પણ પરિવર્તન માટે એક શક્તિશાળી બળ છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સ્વ-સહાય જૂથો અને ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે રોગચાળા દરમિયાન આપણા સમુદાયો માટે સમર્થનના આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સિદ્ધિઓનું ઉદાહરણ આપ્યું હતું અને માસ્ક અને સેનિટાઇઝર્સનાં ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો તથા ચેપને અટકાવવા જાગૃતિ લાવવાનો ઉલ્લેખ કર્યો હતો. “ભારતમાં 80 ટકાથી વધુ નર્સો અને દાયણો મહિલાઓ છે. તેઓ રોગચાળા દરમિયાન સંરક્ષણની અમારી પ્રથમ લાઇન હતી, અને અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.”

મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સૂક્ષ્મ-સ્તરના એકમોને ટેકો આપવા માટે રૂ. 10 લાખ સુધીની લોનમાંથી આશરે 70 ટકા લોન મહિલાઓને મંજૂર કરવામાં આવી છે. એ જ રીતે, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા હેઠળ 80 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે, જેઓ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે બેંક લોનનો લાભ લઈ રહી છે. સ્વચ્છ રાંધણ ઇંધણની સીધી અસર પર્યાવરણ પર પડે છે અને મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પર પ્રકાશ પાડ્યો હતો અને જાણકારી આપી હતી કે, ગ્રામીણ મહિલાઓને આશરે 10 મિલિયન રાંધણ ગેસ જોડાણો પ્રદાન કરવામાં આવ્યા છે તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ટેકનિકલ શિક્ષણમાં મહિલાઓની સંખ્યા વર્ષ 2014થી બમણી થઇ છે. ભારતમાં સ્ટેમ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ)ના સ્નાતકોમાં આશરે 43 ટકા મહિલાઓ છે અને ભારતમાં અવકાશ વૈજ્ઞાનિકોમાં આશરે એક ચતુર્થાંશ મહિલાઓ છે. તેમણે કહ્યું હતું કે, “ચંદ્રયાન, ગગનચાન અને મિશન મંગળ જેવા અમારા મુખ્ય કાર્યક્રમોની સફળતા પાછળ આ મહિલા વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સખત મહેનત રહેલી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારતમાં પુરુષો કરતાં વધારે મહિલાઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવી રહી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે ભારતમાં નાગરિક ઉડ્ડયનમાં મહિલા પાઇલટ્સની ટકાવારી સૌથી વધુ છે જ્યારે ભારતીય વાયુસેનામાં મહિલા પાઇલટ્સ પણ લડાયક વિમાનો ઉડાવી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મહિલા અધિકારીઓને આપણાં તમામ સશસ્ત્ર દળોમાં કાર્યકારી ભૂમિકા અને લડવાના મંચ પર તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ગ્રામીણ કૃષિ પરિવારોની કરોડરજ્જુ તરીકે તથા નાના વેપારીઓ અને દુકાનદારો તરીકે મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો પ્રકૃતિની સાથે પોતાના ઘનિષ્ઠ સબંધો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓ આબોહવામાં ફેરફારના નવીન ઉપાયોની ચાવી ધરાવે છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, જ્યારે અમૃતા દેવીની આગેવાની હેઠળ રાજસ્થાનના બિશ્નોઈ સમુદાયે અનિયંત્રિત લોગિંગને રોકવા માટે ચિપકો આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે 18મી સદીમાં ભારતમાં સૌપ્રથમ અગ્રણી આબોહવાલક્ષી કામગીરીનું નેતૃત્વ મહિલાઓએ કેવી રીતે કર્યું હતું. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેમણે અન્ય કેટલાક ગ્રામજનો સાથે મળીને પ્રકૃતિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતમાં મહિલાઓ મિશન લાઈફ – જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે. તેમણે તેમના પરંપરાગત જ્ઞાનને ઘટાડવા, પુનઃઉપયોગ કરવા, પુનઃઉપયોગમાં લેવા અને પુનઃઉપયોગ પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે, વિવિધ પહેલો હેઠળ મહિલાઓને સોલર પેનલ અને લાઇટ્સ બનાવવા માટે સક્રિયપણે તાલીમ આપવામાં આવે છે. તેમણે સોલાર મામાસ’ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. જે વૈશ્વિક દક્ષિણમાં ભાગીદાર દેશો સાથે જોડાણ કરવામાં સફળ રહી છે,

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહિલા ઉદ્યોગસાહસિકો વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કરે છે.” તેમણે ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, દાયકાઓ અગાઉ તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1959માં મુંબઈમાં સાત ગુજરાતી મહિલાઓએ સાથે મળીને એક ઐતિહાસિક સહકારી ચળવળ – શ્રી મહિલા ગૃહ ઉદ્યોગનું સર્જન કર્યુ હતું, જેણે લાખો મહિલાઓ અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. શ્રી મોદીએ તેમની સૌથી પ્રસિદ્ધ પ્રોડક્ટ લિજ્જત પાપડ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તે કદાચ ગુજરાતમાં ફૂડ મેનુમાં હશે! તેમણે ડેરી ક્ષેત્રનું ઉદાહરણ પણ આપ્યું હતું અને માહિતી આપી હતી કે, એકલા ગુજરાતમાં જ આ ક્ષેત્રમાં ૩૯ લાખ મહિલાઓ સંકળાયેલી છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યુ હતું કે, ભારતમાં યુનિકોર્નનાં આશરે 15 ટકા સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા સ્થાપક છે અને મહિલાઓનાં નેતૃત્વમાં આ યુનિકોર્નનું સંયુક્ત મૂલ્ય 41 અબજ ડોલરથી વધારે છે. પ્રધાનમંત્રીએ એક એવું સ્તર ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં મહિલા સિદ્ધિ હાંસલ કરનાર આદર્શ બની શકે. તેમણે બજારો, વૈશ્વિક મૂલ્ય શ્રુંખલાઓ અને વાજબી ધિરાણ સુધી તેમની સુલભતાને મર્યાદિત કરતા અવરોધો દૂર કરવા પર ભાર મૂક્યો હતો, ત્યારે એક જ સમયે સંભાળ અને ઘરેલુ કાર્યના ભારણને યોગ્ય રીતે દૂર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ મહિલાઓની ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને શિક્ષણ પર મંત્રીસ્તરીય પરિષદના ધ્યાનની પ્રશંસા કરી હતી તથા મહિલાઓ માટે ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા વધારવા માટે ‘ટેક ઇક્વિટી પ્લેટફોર્મ’ના શુભારંભ પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે. ભારતની જી?)ની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ’ પર એક નવા કાર્યકારી જૂથની સ્થાપના થઈ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગાંધીનગરમાં અથાગ પ્રયાસોથી દુનિયાભરની મહિલાઓને અપાર આશા અને આત્મવિશ્વાસ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है