દેશ-વિદેશ

તાપી જિલ્લામાં આગામી ૨૧ની જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અન્વયે પત્રકાર પરિષદ યોજાઇ:

યોગ દ્વારા સમગ્ર વિશ્વમાં માનવતાનો સંદેશ પહોચશે:- જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આગામી ૨૧ની જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અન્વયે પત્રકાર પરિષદ યોજાઇ;

યોગ દ્વારા સમગ્ર વિશ્વમાં માનવતાનો સંદેશ પહોચશે:- જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા

“યોગા ફોર હ્યુમાનીટી” થીમ આધારે જિલ્લાની વિવિધ શાળા, કોલેજ સહિત કુલ- ૭૭૫ સ્થળોએ યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે:

આગામી તા.૧૮ થી ૨૦ જુન દરમિયાન આર્ટ ઓફ લીવીંગ દ્વારા ગ્રામ સેવાસમાજ વ્યારા ખાતે નિઃશૂલ્ક યોગાના કાર્યક્રમો યોજાશે:

 વ્યારા-તાપી: સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને તાપી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ૨૧મી જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરનાર છે. આ ઉજવણી અંતર્ગત આજરોજ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલની ઉપસ્થિતીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાએ પત્રકારશ્રીઓને વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે અવગત કરતા જણાવ્યું હતું કે, ગામ,શહેર,રાજ્ય અને દેશના નાગરિકો તંદુરસ્ત રહે, તેમનું સ્વાસ્થ્ય જળવાય અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૨૧/૦૬/૨૦૨૨ ના રોજ “યોગા ફોર હ્યુમાનીટી” થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. તાપી જિલ્લામાં મુખ્ય મથક વ્યારા દક્ષિણાપથ ગ્રામ સ્વરાજના મેદાન ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ સાથે આઇકોનિક પ્લેસમાં સોનગઢ ફોર્ટ ખાતે તેમજ તમામ તાલુકાકક્ષાએ તથા સોનગઢ અને વ્યારા નગરપાલિકા ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોની ઉજવણી સવારે ૬ થી શરૂ થશે જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાના શિક્ષકો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત તમામ લોકો જનભાગીદારી સાથે લગભગ ૧ લાખ ૪૭ હજાર લોકો તાપી જિલ્લામાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસે ભાગ લેશે એમ ઉમેર્યું હતું.


વધુમાં તેમણે આગામી તા.૧૮ થી ૨૦ જુન દરમિયાન આર્ટ ઓફ લીવીંગ દ્વારા યોગાના કાર્યક્રમના સ્થળોએ નિઃશૂલ્ક સવારે એક થી દોઢ કલાક યોગા કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે એમ પણ ઉમેર્યું હતું. અંતે તેમણે સર્વ મિડિયાના મિત્રોને તમામ કાર્યક્રમોમાં સ્વયં પણ ભાગીદાર બની યોગાના મહત્વને જાહેર જનતા સુધી પહોચાડવા વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને યોગા દ્વારા વિશ્વમાં માનવતાનો સંદેશ પહોચે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્થળ અનુસાર જોઇએ તો તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે, આઇકોનિક પ્લેસ સોનગઢ ફોર્ટ, ડોલવણ મામ.કચેરી દ્વારા સરકારી અનાજનું ગોડાઉન, વાલોડ મામ.કચેરી શ્રી સ.ગો. હાઇસ્કુલ વાલોડ, સોનગઢ મામ.કચેરી- ગ્રામ્ય વિસ્તાર કોલેજ સોનગઢ, ઉચ્છલ મામ.કચેરી- તાલુકા શાળા ઉચ્છલ, નિઝર મામ.કચેરી- માર્કેટ યાર્ડ નિઝર, કુકરમુંડા મામ.કચેરી દ્વારા વિઠ્ઠલભવન કુકરમુંડા, પોલીસ ચોકીની બાજુમાં, વ્યારા નગરપાલિકા- શ્રી રામ તળાવ વ્યારા તથા સોનગઢ નગરપાલિકા દ્વારા સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે સવારે ૦૬.૦૦ કલાકથી ૦૭.૪૫ સુધી કાર્યક્રમ યોજાશે. આ કાર્યકમમાં રાજ્યનો મુખ્ય કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ અને બાયસેગના માધ્યમથી પ્રસારિત કરાશે. તેમજ તમામ જિલ્લા મથકો અને તાલુકા મથક ઉપર એલ.ઈ.ડી. સ્ક્રિન ઉપર નિહાળી શકાશે.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળોએ જેવા કે, તમામ આઇ.ટી.આઇ.ના પટાંગણ, પ્રાથમિક/ માધ્યમિક/ નિવાસી/ આશ્રમ શાળા વિગેરે, તમામ પોલીટેકનિક કોલેજના પટાંગણ, તમામ કોલેજના પટાંગણ, પોલીસ હેડક્વાટર સહિત તમામ પોલીસ સ્ટેશનના પટાંગણ, CHC/PHC/પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે અને તમામ ગ્રામ પંચાયતના સ્થળો મળી કુલ-૭૭૫ સ્થળોએ યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે પત્રકાર પરિષદમાં જિલ્લાના વિવિધ પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનીક મીડિયાના તંત્રીશ્રી, પ્રતિનિધીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલીયા, સહાયક માહિતી નિયામકશ્રી નિનેશ ભાભોર, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત સહિત માહિતી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है