દેશ-વિદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” અંતર્ગત ઉચ્ચસ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચસ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી : 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં ‘નશામુક્ત ભારત’નાં લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ગૃહ મંત્રાલય અને ભારત સરકારની તમામ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે, 

આજની આ ખાસ ઝુંબેશમાં એનસીબી દિલ્હી, એનસીબી અમદાવાદ અને ગુજરાત પોલીસ દ્વારા લગભગ 1864 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે, સાથે જ અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 65 હજાર કિલો જપ્ત માદક પદાર્થોનો નાશ કરાયો છે, 

દેશના પશ્ચિમ કિનારેથી હેરોઈનની તસ્કરી પર લગામ કસવી ખૂબ જ જરૂરી છે અને આ દિશામાં ગુજરાતે બહુ સરસ કામ કર્યું છે, આ માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું; 

નશીલા દ્રવ્યો આપણી યુવા પેઢીને ઉધઈની જેમ ખતમ કરી રહ્યાં છે અને તેના વેપારમાંથી આવતા ગેરકાયદેસર નાણાં આતંકવાદને પણ પોષે છે, આ બંને મોરચે આકરો પ્રહાર કરવા માટે, ભારત સરકાર, રાજ્ય સરકારોની તમામ એજન્સીઓએ અને પોલીસે એક જુસ્સાથી લડવું પડશે અને જીતવું પડશે : 

ટોપ-ટુ-બોટમ અને બોટમ-ટુ-ટોપ અભિગમ અપનાવીને ડ્રગ્સના સ્ત્રોત અને ગંતવ્ય બંને પર હુમલો કરીને તેનાં સમગ્ર નેટવર્કને તોડી પાડવાની જરૂરિયાત :

2006થી 2013 સુધીમાં કુલ 1257 કેસ નોંધાયા હતા જ્યારે 2014થી 2022 સુધીમાં 3172 કેસ નોંધાયા, કુલ 152 ટકાનો વધારો થયો છે,

2006થી 2013 સુધીમાં કુલ 768 કરોડ રૂપિયાનું 1.52 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જ્યારે 2014થી 2022 સુધીમાં 20,000 કરોડ રૂપિયાનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત થયું. 

આ પ્રકારની પ્રાદેશિક પરિષદો બાદ જિલ્લા સ્તરીય ઍન્કોર્ડની રચના થઈ છે, રાજ્યોની વડી અદાલતો, એફએસએલનો ઉપયોગ પણ વધ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ અદાલતોની પરવાનગી માગતી સંખ્યામાં પણ વધી છે;

માદક દ્રવ્યોનો ફેલાવો એ કેન્દ્ર અથવા રાજ્યનો મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને તે હેઠળના પ્રયત્નો પણ રાષ્ટ્રીય હોવા જોઈએ;

તમામ સ્તરે NCORDની મીટિંગ નિયમિત રીતે થાય જેથી કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન સધાય અને અસરકારક નીતિઓની સાથે સાથે કાર્ય યોજના તૈયાર થઈ શકે:

પશ્ચિમ વિસ્તારોમાં ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીને અપગ્રેડ કરીને તેમાં પોલીસ આધુનિકીકરણ યોજના અને ફોરેન્સિક ડિરેક્ટોરેટની સહાય લેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે,
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે આપણા બંધારણે કાયદો અને વ્યવસ્થાને રાજ્યોનો મુદ્દો બનાવ્યો છે અને તે યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકામાં, એવા ઘણા ગુનાઓ વિવિધ પદ્ધતિઓ દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે, જે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિના પણ છે, જેમ કે માદક દ્રવ્યોની દાણચોરી અને તેનો ફેલાવો. દેશની સરહદોની બીજી બાજુથી અને દેશની સરહદોની અંદરથી પણ આપણા દેશ પર આ અપરાધ થોપવામાં આવી રહ્યો છે, આંતરરાજ્ય ગેંગનાં માધ્યમથી આ ગુનો નાનાં શહેરો, ગામડાઓ અને નગરો સુધી પહોંચી ગયો છે અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં જો આપણી પાસે સરહદ પારની લડાઈ લડવાનો અભિગમ ન હોય તો આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી, તેથી જ ભારત સરકાર,  તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, આરોગ્ય વિભાગ અને સીમા, સમાજ કલ્યાણ, રાજસ્વ સુરક્ષાનું કામ કરતા તમામ સીએપીએફ, તટરક્ષક દળો અને નૌકા દળના વિસ્તૃત સમન્વય કરીને કોઈ નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. એટલે જ મોદીજીનાં નેતૃત્વમાં સમન્વય અને સહયોગના આધાર પર નાર્કોટિક્સ વિરુદ્ધ આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવાનો અભિગમ 2019થી લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રાદેશિક પરિષદો બાદ જિલ્લા કક્ષાના એન્કોર્ડની રચના થઈ છે, એફએસએલનો ઉપયોગ પણ વધ્યો છે, રાજ્યોની વડી અદાલતોમાં રાજ્ય વહીવટીતંત્ર દ્વારા સ્પેશિયલ અદાલતોની પરવાનગી માગવાની સંખ્યા પણ વધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है