દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

સુરત એરપોર્ટ દ્વારા કોરોનાનાં કપરા કાળમાં જરૂરી તબીબી સાધનોના પુરવઠાની સવલત પૂરી પાડી:

શ્રોત: ગ્રામીણ  ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર 

સુરત એરપોર્ટ દ્વારા કોરોના મહામારીના  આ કપરા કાળમાં  જરૂરી તબીબી સાધનોના પુરવઠાની સવલત પૂરી પાડી હતી. 

સુરત એરપોર્ટ દ્વારા 397 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 22 ઓક્સિજન સિલિન્ડર ટ્રાન્સપોર્ટ કરાયા:

કોવીડ-૧૯ વેક્સિનની ઝુંબેશ સલામતીપૂર્વક હાથ ધરાઈ:

સુરત:  કોરોનાની આ મહામારીમાં તમામ વેક્સિન, મેડિકલના સાધનો તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સલામત રીતે લોડિંગ થાય અને તેના મૂળ સ્થાને સમયસર પહોંચે તે માટે સુરત એરપોર્ટ અથાગપણે કામગારી બજાવી રહ્યું છે.

એપ્રિલ અને મે 2021 દરમિયાન સુરત એરપોર્ટ દ્વારા 5143 કિલોગ્રામ (397 નંગ) ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 1023 કિલોગ્રામ (22 નંગ) ઓક્સિજન સિલિન્ડર તથા 1435 કિલોગ્રામ (92 નંગ) કોવીડ વેક્સિન તેના સલામત સ્થળે ટ્રાન્સપોર્ટ કરાયા હતા. એરપોર્ટે આઇએએફ C-17 ગ્લોબમાસ્ટર મુવમેન્ટની પાંચ ફ્લાઇટને સવલત આપી હતી જે રિફીલિંગ માટે ઓક્સિજન ટેન્કર સુરત લઈને આવી હતી.

સુરત એરપોર્ટ દેશનું એવું પ્રથમ એરપોર્ટ હતું જ્યાં સ્થાનિક સત્તાવાળાઓએ બહારથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર જ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. ટીકા ઉત્સવ દરમિયાન પણ તમામ મુસાફરો માટે કોવીડ વેક્સિનેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત એરપોર્ટે આ વાત સુનિશ્ચિત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલા કોવીડ19 અંગેના તમામ સૂચનો અને પ્રોટોકોલનું કડકપણે પાલન કરવામાં આવે અને તેનાથી મુસાફરોના પ્રવાસ સલામત અને તનાવમુક્ત રહે. તમામ કર્મચારીઓ, મુલાકાતીઓ તથા મુસાફરો માટે કોવીડ અંગે યોગ્ય વર્તણુંક હંમેશાં જરૂરી બની હતી અમે એરપોર્ટ પણ આ બાબત સુનિશ્ચિત કરાવવા માટે આકરી મહેનત સાથે કામગીરી બજાવી હતી. તમામ સંબંધિત વ્યક્તિને મહત્તમ સુરક્ષા મળી રહે તે બાબતની ખાતરી કરાવવા માટે સુરક્ષાના તમામ પગલાં ભરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है