વિશેષ મુલાકાત

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ કોરોના વિરોધી રસીનો લીધો પ્રથમ ડોઝ :  

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા સર્જનકુમાર

ચીકદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નર્મદા  જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ કોરોના વિરોધી રસીનો લીધો પ્રથમ ડોઝ :  

રસીકરણની રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશમાં સહુ જિલ્લા વાસીઓને પૂરતો સહયોગ આપવા કરી હદયસ્પર્શી અપીલ:

દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૧ લી એપ્રિલ,૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝૂંબેશના ભાગરૂપે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર સહિત જિલ્લાના કુલ-૨૬૦ જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરાયું છે.

૪૫ વર્ષથી વધુ વય ધરાવતાં નાગરિકોના રસીકરણની કામગીરીના આજે બીજા દિવસે સવારે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના ચીકદા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ શ્રીમતી વસાવાએ જિલ્લા વાસીઓ જોગ તેમના સંદેશામાં જણાવતાં કહ્યું છે કે, મે પણ આજે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ રસીની કોઇ આડઅસર નથી. રસી સંપૂર્ણ સુરક્ષિત છે સરકારશ્રીએ રસીકરણની હાથ ધરેલી આ ઝૂંબેશની માર્ગદર્શિકા મુજબ અગ્રતાક્રમમાં આવનાર તમામ લોકોએ સમયસર રસીનો લાભ લેવો જ જોઇએ અને પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથોસાથ સંપર્કમાં આવનાર અન્ય લોકોપણ સુરક્ષિત રહેશે. અને આ રીતે કોરોનાના સંક્રમણને અટકાવવાં અને તેને માત આપવાની સરકારશ્રીની આ રાષ્ટ્રવ્યાપી કામગીરીમાં આપણા સહુના સહયોગ સાથેનું અમૂલ્ય યોગદાન લેખાશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है