શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કુદરતી આપદા હોય કે માનવ સર્જિત આપત્તિ નર્મદા પોલીસ હંમેશા સેવા માટે તત્પર:
વાવાઝોડાનો ભોગ બનેલ યુવાન ને ડેડીયાપાડા પોલીસે 108 ની રાહ જોયા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોચાડી નવજીવન આપ્યુ:
કોરોના કહેરમાં સતત રાતદિવસ લોક સેવામાં કાર્યરત પોલીસ આજે વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહીત દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર સહીત નર્મદા પંથકમાં તૌક્તે વાવાઝોડાની અસર જોવાં મળી હતી, જેના પગલે તંત્ર સહીત નર્મદા પોલીસ વાવાઝોડામાં નુકસાન તથા રાહદારીઓ માટે રોડ પર પડેલા તોતિંગ ઝાડોને ખસેડવા ની કામગીરીમાં નર્મદા પોલીસ લાગી ગઈ હતી. જ્યારે ડેડીયાપાડા થી નેત્રંગ રોડ પર જાંમ્બાર ગામના બસ સ્ટેન્ડ નજીક વાવાઝોડાને કારણે રોડ પર વૃક્ષો પડી જતાં દેડીયાપાડા પોલીસ સ્ટેશન ની ટીમ તાત્કાલિક યુદ્ધનાં ધોરણે સ્થળ ઉપર પોહચી રોડ પર નાં વૃક્ષો હટાવવાની કામગિરિ હાથ ધરી હતી, તેમજ વાવાઝોડા નો ભોગ બનેલ યુવાન વસાવા ધર્મેશભાઈ શૈલેષભાઈ રહે.થપાવી(સામરપાડા) તા.દેડીયાપાડા, જી.નર્મદા ને ડેડીયાપાડા પોલીસે 108 ની રાહ જોયા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોચાડી નવજીવન આપ્યુ હતું. તેમજ ડેડીયાપાડા થી સાગબારા રોડ ઉપર પણ કોડબા ગામનાં વળાંક પાસે વાવાજોડાને કારણે રોડ ઉપર વૃક્ષ પડી જતા સગાબારા પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ દ્રારા તાત્કાલિક સ્થળ ઉપર પોહચી જઈ રોડ ઉપર પડેલા વૃક્ષને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને રોડ ઉપર પડેલ વૃક્ષોને કારણે રોડ અકસ્માત બનતા અટકી શકે છે. તેમજ દરેક આપદાઓ માં પોલીસ લોકોની સાથે અને હંમેશા પડખે છે.