વિશેષ મુલાકાત

સોનગઢ નગરપાલિકામાં સૌ પ્રથમવાર ઐતિહાસિક ૯૦.૮૪ ટકા કરવેરા વસુલાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સોનગઢ નગરપાલિકામાં સૌ પ્રથમવાર ઐતિહાસિક ૯૦.૮૪ ટકા કરવેરા વસુલાત:

“આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત પાછલા ભરવાના બાકી કરવેરા ઉપર ૧૦૦% વ્યાજ-પેનલ્ટીની માફી:
વ્યારા-તાપી: ગુજરાત સરકારશ્રી દ્વારા નગરજનો દ્વારા ભરવામાં આવતા કરવેરા ઉપર “આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત પાછલા ભરવાના બાકી કરવેરા ઉપર ૧૦૦% વ્યાજ-પેનલ્ટીની માફી મળતા આજ રોજ સોનગઢ નગરપાલિકા સૌ પ્રથમવાર ઐતિહાસિક ૯૦.૮૪ ટકા કરવેરા વસુલાત થયેલ છે.
માર્ચ માસના જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા દ્વારા કર વસુલાત અંગે તમામ અમલીકરણ અધિકારીઓને મળેલ માર્ગદર્શન હેઠળ કર વસુલાત અને ભરપાઇની બાબતને ધ્યાને લેતા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સોનગઢ નગર વિસ્તારમાં આવેલ તમામ સરકારી સ્કૂલોની મિલ્કતના કરવેરા પેટે રૂા. ૯.૯૦ લાખનો ચેક નગરપાલિકાને સમય મર્યાદામાં સુપ્રત કરી જાગૃત અધિકારી તરીકેની ફરજ અદા કરી છે. નગરના વિકાસ માટે મિલ્કતના કરવેરા સમયસર ભરવા તમામ મિલ્કત ધારકોની નૈતિક ફરજ છે.
નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ તેમજ નગર વિકાસ માટે નગરજનો દ્વારા ભરવામાં આવતા વેરાઓ વિકાસ કામોમાં મુખ્ય યોગદાન આપે છે. આજે સોનગઢ નગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર ઐતિહાસિક ૯૦.૮૪ ટકા કરવેરા ભરાતા સોનગઢ નગરના વિકાસના કામો સુચારૂ રીતે પ્રસ્થાપિત થશે એમ ચીફ ઓફીસરશ્રી પૂર્વી પટેલે આશા વ્યક્ત કરી હતી. આ વેરા ભરપાઇ માટે વેરા વસુલાતની કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ, પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, તમામ ચુંટાયેલ વોર્ડના સભ્યોશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ, રાજ્ય સરકારશ્રી અને જાગૃત કરદાતા નાગરિકોનો ચીફ ઓફીસરશ્રીએ સોનગઢ નગરપાલિકા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है