શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
ઉમરપાડા વન વિભાગે સાગી લાકડાં ભરેલી ટ્રાવેરા કાર નો પીછો કરી ઝડપી પાડી .₹ 470231,નો મુદ્દામાલ કબજે કર્યો ટ્રાવેરા કાર શરદા ગામની હોવાનું બહાર આવ્યું!
ઉમરપાડા વન વિભાગની ટીમે સાગી લાકડા ભરીને પુરપાટ જઇ રહેલી ટ્રાવેરા કારનો પીછો કરી લીંબરવાણ ગામ નજીકથી કારને ઝડપી પાડી કુલ રૂ.470231 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે આરોપી ડ્રાઈવર અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો.
નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને મળેલ બાતમીના આધારે મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉંમરપાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ જી પટેલ. રાઉન્ડ ફોરેસ્ટર પીનપુર. ગણેશભાઈ ડી વસાવા બીટગાર્ડ મૂળજીભાઈ તેમજ અન્ય કર્મચારીઓ નિતેશભાઇ ..ભદ્રેશભાઈ. જીતેન્દ્રભાઈ વગેરે વન કર્મચારીઓની ટીમે પીનપુર થી ઘાણાવડ જતા માર્ગ ઉપર બાતમી ને આધારે વોચ ગોઠવી હતી ત્યારે એક લાલ કલરની ટ્રાવેરા કાર નં.GJ 16 AJ 7325 આવતા વન કર્મચારી આ કામને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ કાર ચાલક પુરપાટ કાર ચલાવી ને ભાગી છૂટ્યો હતો તેનો વન વિભાગની ટીમે પીછો કર્યો હતો જેથી કાર ચાલક લીંબરવાણ ગામ નજીક કાર છોડીને અંધારામાં ભાગી છૂટ્યો હતો વન વિભાગની ટીમે બિનવારસી ગાડી ચેક કરતા 17 નંગ સાગી ચોરસા ગાડીમાંથી મળી આવ્યા હતા જેની કિંમત રૂ 20231 તેમજ કારની કિંમત 450000. મળી કુલ 470231 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો ભાગી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ તેમજ આ ગુનાનો મુખ્ય આરોપી સામે હાલ સાગી લાકડાની તસ્કરી નો ગુનો વનવિભાગ દ્વારા નોંધવામાં આવ્યો છે મળેલી માહિતી મુજબ આ કારનો માલિક શરદા ગામનો હોવાનું હાલ બહાર આવી રહ્યું છે આ ઘટનાને લઇ સાગી લાકડાની તસ્કરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે