આરોગ્ય

તાપી જીલ્લામાં કોવિડ વેક્સિનેશન અંતર્ગત ૧૨ થી ૧૪ વયજુથના બાળકોના વેક્સિનેશનનો શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણ પ્રતિરોધક વેક્સિનેશન અંતર્ગત ૧૨ થી ૧૪ વયજુથના બાળકોના કોવિડ વેક્સિનેશનનો કરાયો  શુભારંભ:

 વ્યારા-તાપી: ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ૧૨ થી ૧૪ વયજુથના બાળકો માટે કોવિડ વેક્સિનેશનને મંજુરી આપવામાં આવેલ છે. જે અંતર્ગત આ વયજુથના તમામ બાળકોને CorBEvax વેક્સિનેશન આપવામાં આવનાર છે. જે અન્વયે તાપી  જિલ્લામાં ૧૨ થી ૧૪ વયજુથના અંદાજે કુલ-૨૫૨૦૦ બાળકોને કોવિડ વેક્સિન હેઠળ આવરી લેવા માટે જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા શાળાઓમાં વેક્સિનેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

આ વયજુથના બાળકો કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે એમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है