શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી:
ભરૂચ: કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયનાં માર્ગદર્શન અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન દ્વારા આજરોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના નિષ્ણાંત કામીનાબેન રાજ દ્વારા સંસ્થાનની વિવિધ વિભાગની તાલીમાર્થી બહેનોને વિવિધ પ્રકારનાં આસનો કરાવ્યા અને તેની વિસ્તૃત સમજ પણ આપી. તાલીમાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં કથન મુજબ યોગ હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક મોટા જન સમુહનો ભાગ બન્યો છે.
યોગ થકી જુદા-જુદા દેશોનાં લોકો એક બીજા સાથે જોડાઈ રહ્યા છે અને સાચા અર્થમાં “વસુધૈવ કુટુંબકમ”ની વ્યાખ્યા સાર્થક થઈ રહી છે જે ભારત દેશનાં પ્રમુખત્વની જી-૨૦ સમીટમાં પણ “એક પૃથ્વી, એક પરીવાર એક ભવીષ્ય” તરીકે દર્શાવેલ છે. તેમનાં આ સ્વપ્નને સાકાર કરવા આજનાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસે જન જાગૃતિનાં પ્રયાસ રૂપે ભવ્ય ઉજવણી કરાઈ.
પત્રકાર : સર્જન વસાવા, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ