આરોગ્ય

અનુસૂચિત જાતિના ભાઇ-બહેનો માટે નિ:શુલ્ક યોગ સેમિનારનું કરાયેલ છે આયોજન:

તાપી જિલ્લાના અનુસૂચિત જાતિના ભાઇ-બહેનો માટે જાહેર જનતા જોગ સંદેશ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના અનુસૂચિત જાતિના ભાઇ-બહેનો માટે જાહેર જનતા જોગ:

અનુસૂચિત જાતિના ભાઇ-બહેનો માટે નિ:શુલ્ક યોગ સેમિનારનું કરાયેલ છે આયોજન:

વ્યારા-તાપી: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે આગામી તા.૨૧/૦૭/૨૦૨૨ થી તા.૨૭/૦૭/૨૦૨૨ સુધી ૭ દિવસના યોગ સેમીનારનું આયોજન વિનામુલ્યે હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે તાપી જિલ્લામાં યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે મોબાઇલ નં.૯૭૧૪૭-૬૬૬૦૭ ઉપર સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશપત્ર મેળવી લેવાનો રહેશે. આ પ્રવશપત્રમાં સંપુર્ણ વિગતો ભરી તા.૧૬/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બ્લોક નં.૫, પહેલા માળે, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, તાપીના સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા યોગ સેમીનાર અંગેની જાણ કરવામાં આવશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, ચેતન પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है