શ્રોત: ગ્રામીણટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા યુથ ફ્રેશ-અપ શિબિર યોજાઈ:
તાપી: સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જનમાષ્ઠમીની જાહેર રજાના દિવસે યુવાનોને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તેના ભાગરૂપે યુથ ફ્રેશ-અપ શિબિરનું આયોજન કાકડકુવા પ્ર.ઉમરદા, તા.સોનગઢ, જિ.તાપી. ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં કુલ ૧૧ ગામનાં ૨૨૮ યુવાનો, બાળકો, આગેવાનો, વડીલોએ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કુકડાડુંગરી, કુકડઝર, કાકડકુવા પ્ર.ઉમરદા, મોટા બંધરપાડા, મોટા તારપાડા, આંબા, વડપાડા પ્ર.ટોકરવા, ઉખલદા, કેલાઈ, ધમોડી સહીત ઝાંખરી ગામના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ શિબિરમાં સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર સિંચાઈ વિભાગ વડોદરા થી શ્રી એસ.ટી.ગામીત સાહેબ, પ્રોફેશરશ્રી આશિષભાઈ ગામીત સાહેબ, જેટકો ઈન્જનેર શ્રી વિજયભાઈ ગામીત સાહેબ દ્વારા સેલ્ફ ડેવલપમેન્ટ, શૈક્ષણિક માર્ગદર્શન, રોજગાર માર્ગદર્શન, કમ્યુનિકેશન સ્કીલ અને ટાઈમ મેનેજમેન્ટ, Personality developmant, motivation, રમત અને તંદુરસ્ત શરીર માટે ઉપયોગી કસરતો અને આસનો, હેતુ શિધ્ધ કરવા માટે શું પગલા લેવા, પ્રોલેમ સોલ્વીંગ, નિર્ણય શક્તિ વિકસાવવા માટે, વિષયોને સંદેર્ભે વિવિધ રમતો, ગ્રુપ ડિસ્કશન, problem gloving વિવિધ પ્રવૃતિઓ દ્વારા ખુબજ ઉત્સાહભેર સમજ આપવામાં આવી હતી.
યુવાનોને સારી સમજ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોજેકટર, Lecture, PPT, બોર્ડ જેવા સાધનોથી રસપ્રદ રીતે શિખવામાં આવ્યા હતા.
યુથ ફેશ-અપ શિબિરનું રજિસ્ટ્રેશ માટે ફી ૨૫/- રૂપિયા તાલીમાર્થીઓ દ્રારા તેમજ દાતાઓ દ્રારા ઉકાળો, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, શિબિરનાં અંતે ફિટબેક ફોર્મ દ્વારા અભિપ્રાય, સુચનો, શુ ગમ્યુ, શુ ના ગમ્યુ, તમારા મંતવ્ય પ્રમાણે કયા વિષયોનો સમાવેશ કરવો જોઈએ, વિગેરે માહિતી મેળવી આગળનું પ્લાનીંગ કરવામાં આવેલ.
સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના હેતુઓ અનુરૂપ પ્રવૃતિઓ અને આગળનું આયોજન વિશે માહિતી આપવામાં આવેલ ટ્રસ્ટી મંડળ તેમજ વિવિધ સમિતિઓના હોદ્દેદારો હાજર રહીયા હતા, તેમજ ગામના શિક્ષક, સરપંચશ્રી, માજી સરપંચશ્રી વિગેરે હાજર રહ્યાં હતા.