
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
શ્રી જે.કે. હાઈસ્કૂલ સાગબારામાં દ્વિતીય વાર્ષિકોત્સવ ” પ્રયાગ” ની ભવ્ય ઉજવણી કરાઇ
સર્જન વસાવા,ડેડિયાપાડા: શ્રી જાલભાઈ ખજોત્યા હાઇસ્કૂલ સાગબારા ખાતે તારીખ ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ દ્વિતીય વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
જે વાર્ષિક ઉત્સવનું નામ સાંપ્રત સમયને ધ્યાનમાં લઇ “પ્રયાગ” રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મુખ્ય વિચારધારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિવિધતામાં એકતા આધારીત હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ.કિરણબેન પટેલ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી અતિથિ વિશેષ તરીકે સાગબારા કેળવણી મંડળના પ્રમુખશ્રી સખારામભાઈ એમ પટેલ તથા મંત્રીશ્રી સુભાષભાઈ વસાવા, નર્મદા જિલ્લાના આચાર્યસંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, શ્રી. એમ.આર વિદ્યાલય રાજપીપલાના આચાર્યશ્રી યોગેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભારત દેશ અનેક વિવિધતા થી ભરપુર છે તેને ઉજાગર કરતી જુદી જુદી 10 જેટલી વિવિધ રાજ્યોની કૃતિ શ્રી જે કે હાઇસ્કૂલ તથા ભવરી સાવર આશ્રમ શાળાના બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. સાથે આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીનાઓ તથા મંત્રી સુભાષભાઈ વસાવા તથા ઉપપ્રમુખ ભાંગાભાઈ વસાવાનાઓ વિદ્યાર્થીઓને આશીષવચનો તેમજ જીવનલક્ષી ભાથું આપ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીના ઓએ આચાર્યશ્રીની ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક દિનેશભાઈ વસાવા તેમજ ગાયત્રીબેન ભટ્ટ તથા શાળાનો ઉત્સાહી સ્ટાફ તેમજ બાળકોનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો વાલીગણ નર્મદા જિલ્લાના જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ તેમજ આચાર્ય સંઘના પ્રમુખશ્રી તેમજ ગામના આગેવાનો અને ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા. અંતે સહુ પ્રિતી ભોજન માણી છુટા પડ્યા હતા.