શિક્ષણ-કેરિયર

નર્મદા જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાનની ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કાર્યક્રમ યોજાશે:

GTO સુરક્ષા અધિકારી, સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાનની જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોને મહત્તમ લાભ લેવા જાહેર અનુરોધ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાનની ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કાર્યક્રમ યોજાશે;

GTO સુરક્ષા અધિકારી, સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાનની જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોને મહત્તમ લાભ લેવા જાહેર અનુરોધ;

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા, નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગથી નર્મદા (રાજપીપલા) જિલ્લામાં GTO સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા જવાનની ભરતીનું આયોજન રાખવામાં આવ્યું છે. તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ શ્રી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, ગરૂડેશ્વર (આચાર્યશ્રી ડી.એન.રાઠોડ – ૯૮૭૯૭૨૮૧૧૮) અને તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ શ્રી એ.એન.બારોટ વિદ્યાલય, દેડીયાપાડા (આચાર્યશ્રી વાય.પી.ભાલાણી – મો.૯૪૨૭૫૧૭૬૭૮) તેમજ તા.૦૨/૦૭/૨૦૨૨ ના રોજ નવદુર્ગા હાઈસ્કુલ, રાજપીપલા (આચાર્ય શ્રીમતી આર.એન.પંડ્યા – મો.૯૯૨૫૦૮૪૯૬૦) ખાતે ઉક્ત ભરતીનો કાર્યક્રમ યોજાશે. જેનો સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૦૩.૦૦ કલાક સુધી રહેશે.

ભરતી અધિકારીશ્રી રામપ્રકાશ સીંગના જણાવ્યાનુસાર ઉમેદવારની ઉંમર ૨૧ થી ૩૬ વર્ષ, શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ- GTO સુરક્ષા અધિકારી, સુપરવાઈઝર-૧૨ પાસ, સુરક્ષા જવાન-૧૦ પાસ/નાપાસ, ઉંચાઈ ૧૬૮ સે.મી., વજન ૫૬ કિ.લો., છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારોએ બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ, બોલપેન લઈને ઉપરોક્ત નિયત સ્થળે અને સમયે હાજર રહેવાનું રહેશે.

તદ્અનુસાર, પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજીયોનલ ટ્રેનિંગ સેન્ટર (માણસા) ગાંધીનગરમાં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લી.માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી ગુજરાત મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ, ઔદ્યોગિક ક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા GTO સુરક્ષા અધિકારી માટે રૂ. ૨૫,૦૦૦/-, સુરક્ષા સુપરવાઈઝર માટે રૂ. ૧૫,૦૦૦/- થી ૧૮,૦૦૦/- સુરક્ષા જવાન માટે રૂ. ૧૨૦૦૦/- થી રૂ. ૧૫,૦૦૦/- ઉપરાંત અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ, ઇ.એસ.આઈ, ગ્રેજ્યુઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે. ઉક્ત ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ કોરોના રસીના બંને ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ. તદ્ઉપરાંત ભરતી સ્થળે ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે.

ઇચ્છુક ઉમેદવારે ઉપરોક્ત તારીખે ભરતી સ્થળે સમય પર હાજર રહેવા રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન.૮૮૭૫૨૧૦૩૯૧/૮૯૪૯૦૮૬૯૬૨ એસ.એસ.સી.આઇ., SIS રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है