શિક્ષણ-કેરિયર

તાપીમાં શિક્ષકદિનની ઉજવણીનાં ભાગરૂપે શ્રેષ્ટ શિક્ષક પારિતોષિક સમારોહ-2021નું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. સાચો શિલ્પકાર શિક્ષક પ્રેમ,દયા,કરૂણા ગમા-અણગમાની લાગણીથી ભરપૂર વ્યક્તિને કંડારે છે. – મંત્રીશ્રી ઈશ્વરસિંહ પરમાર
આજના યુગમાં ઓનલાઈન શિક્ષણ આપી શિક્ષણરૂપી સેવાયજ્ઞમાં શિક્ષક જ્ઞાન પીરસે છેઃ – કલેકટર એચ.કે.વઢવાણિયા

તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે  ઉજવણી કરવામાં આવે છે, આજનો દિન એટલે  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન એવા  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ની ૧૩૩મી  જન્મ જયંતીનો દિવસ: 

 વ્યારા: તાપી જિલ્લામાં ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી રાજ્યના સામાજીક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી. કાપડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન સરિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં ટાઉન હોલ વ્યારા ખાતે કરવામાં આવી હતી.


મંત્રી ઈશ્વરભાઈ પરમારે શિક્ષકદિન નિમિત્તે જેમની યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને શત શત વંદન કરી જણાવ્યું હતું કે આપણા સમૃધ્ધ જીવન ઘડતરમાં મહત્વનો ફાળો માતા-પિતા પછી ગુરૂનો રહ્યો છે. શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. એટલે જ શિક્ષક એ શિલ્પકારથી પણ ચડિયાતો છે. શિલ્પકાર માત્ર નિર્જીવ પથ્થરને કંડારી મૂર્તી બનાવે છે જ્યારે શિક્ષક પ્રેમ,દયા,કરૂણા અને ગમા-અણગમાની લાગણીથી ભરપૂર વ્યક્તિને કંડારીને સુંદર બનાવે છે તેમ જણાવી શિક્ષણમાં જીવન સમર્પિત કરી સમાજ અને રાષ્ટ્ર સેવા કરનારા સાચા શિક્ષકો શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પણ સમાજીક ધર્મ સમજીને ફરજ બજાવી છે તેવા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કહયું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન ભાઈ પટેલના ઉમદા પ્રયાસથી ગુજરાત શિક્ષણમાં અગ્રેસર બન્યું છે તેમ જણાવી શિક્ષકો નવસર્જન કરી વિદ્યાર્થીઓના ભાવિને ઉજળુ બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.


કલેકટર એચ.કે.વઢવાણિયાએ આજના યુગમાં ઓનલાઈન શિક્ષણ આપી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષણરૂપી સેવાયજ્ઞમાં યોગદાન આપનાર શિક્ષકોની કામગીરીને બિરદાવી ઉપસ્થિત તમામ શિક્ષકોને આહવાન કર્યું હતું કે જ્ઞાન સાથે ગમ્મતનું વાતાવરણ ઉભુ કરો. સરકારનો ઉદેશ્યને ઉજાગર કરીએ અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવા પ્રયાસો કરીએ.
જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીએ શિક્ષકદિન નિમિત્તે સૌ મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે સંવેદનશીલ સરકારના શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે.કોરોના કાળમાં ઓટલા શિક્ષણ,શેરી શિક્ષણ આપી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઢંઢોળ્યા છે.


આ પ્રસંગે તાપી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર બ્રધરન હાઈસ્કુલ બોરપાડાતા.સોનગઢના શિક્ષક રસિકલાલ તુલસીભાઈ ધાનાણી અને ડોલવણના બી.આર.સી.કો-ઓર્ડિનેટર હિરેન રમેશચંદ્ર પરમારનું સન્માન કરી રૂા.૧૫,૦૦૦ નો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. તેમજ જિલ્લામાં ૮૫ ટકાથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. કે.કે.કદમ કન્યા વિદ્યાલયની બાલિકઓએ પ્રાર્થના,સ્વાગત નૃત્ય રજુ કર્યા હતા.આભારદર્શન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક દરજીએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
શિક્ષકદિનની ઉજવણી પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી,મામલતદાર બી.બી.ભાવસાર,નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી,વીર નર્મદ યુનિ.સીન્ડીકેટ મેમ્બર ડો.જયેશભાઈ ગામીત,સંગઠન મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા સહિત શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના સારસ્વત ભાઈઓ-બહેનો સોશ્યલ ડિસ્ટર્ન્સ સાથે ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है