શિક્ષણ-કેરિયર

ગુજરાતની સંવેદનશીલ સરકાર આપશે ફેરીયાઓને વિના-મુલ્યે છત્રી!

રોડનીસાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે,૧૫મી ઓગસ્ટ સુધી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી ફરજીયાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

રોડનીસાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે

અરજીની આખરી તા. ૧૫ મી ઓગસ્ટ સુધી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે,

રાજપીપલા, નર્મદા જિલ્લામાં રોડનીસાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાના વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા નર્મદા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વિભાગની માર્ગદર્શિકા/ઠરાવ મુજબ મંજુરી મળેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના લાભાર્થીઓએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૦૭/૨૦ થી તા.૧૫/૦૮/૨૦ સુધી ઓનલાઈન અરજી કરી અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા– રાજપીપલા ખાતે સ્વીકારવામાં આવશે, (કચેરી સંપર્ક નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯) તેમ,નાયબ બાગાયત નિયામકશ્રી નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

5 Comments

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है