શિક્ષણ-કેરિયર

કેળકચ્છ ગામે શિક્ષક દિનના ઉજવણીના ભાગરૂપે પ્રતિભા શાળી વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર એનાયત કરાયા :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે શિક્ષક દિનના ઉજવણીના ભાગરૂપે  પ્રાથમિક  શાળામાં પ્રતિભા શાળી વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો.

કેળકચ્છ ગામના સરપંચશ્રી કરશનભાઇ પટેલની અધ્યક્ષતામાં અને સી. આર. સી.મહેશભાઈ ઘોઘારીના હસ્તે પ્રમાણ પત્ર આપવામાં આવ્યું.

વાંસદા : દેશના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ના જન્મ દિન નિમિતે  સપ્ટેમ્બરના રોજ દેશભરની સમગ્ર શાળાઓમાં દર વર્ષે ‘શિક્ષક દિન’ ની 5 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉજવણીના ભાગ રૂપે હાલે ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્રષ્ટિકુમારી પ્રકાશભાઈ ગામીત જેમણે કેળકચ્છ પ્રા. શાળામાં ધોરણ 7 માં મુખ્ય વિષયોમાં ઉચ્ચ ગુણ મેળવી ગુજરાત રાજ્યના પ્રતિભા શાળી વિદ્યાર્થીઓમાં વાંસદા તાલુકામાં 228 માર્ક્સ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. શિક્ષક દિનની ઉજવણીમાં તેમને શિક્ષક વિભાગ ગુજરાત રાજ્ય તરફથી પ્રતિભા શાળી વિદ્યાર્થી તરીકે પ્રમાણ પત્ર આપવાનો કાર્યક્રમ પ્રા. શાળા કેળકચ્છના સરપંચશ્રી કરશનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અને સી. આર. સી. મહેશભાઈ ઘોઘારીના હસ્તે પ્રમાણ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયેલ. આજનાં  કાર્યક્રમમાં મહેશભાઈ ઘોઘારીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગામના સરપંચશ્રી કરશનભાઇએ શિક્ષક દિનની વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં શાળા s.m. c. સભ્યો, ગામના વાલીઓ ખુબ મોટી સંખ્યામાં સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી  હતી. અંતે આભાર વિધિ શાળાના આચાર્યશ્રી વિરલભાઈએ કરી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है