ક્રાઈમ

દેડીયાપાડા સાગબારા હાઈવે ઉપર ટ્રક રોકી લૂંટ ચલાવનાર ટોળકીને ઝડપી પાડતી પોલીસ :  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા સાગબારા હાઈવે ઉપર ટ્રક રોકી લૂંટ ચલાવનાર ટોળકી ને પોલીસે ઝડપી પાડી :  

સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકોને રોકી લુંટતી ટોળકીને દેડીયાપાડા પોલીસ તથા એલ.સી.બી. નર્મદાએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી;

ગુનાની વિગત જોઈએ તો તા.૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ફરીયાદી મુકેશભાઇ કાળુભાઇ તથા સાહેદ ક્લીનર વીકી કુમાર જશવંતભાઇ મકવાણા ટ્રક નંબર GJ-13 W-4325 લઇને ખામગામ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા તે વખતે કાલ્બી-ગંગાપુર ગામની વચ્ચે આવેલ વળાંકમાં ત્રણ અજાણ્યા માણસો ટુ વ્હીલર ગાડી પર આવી ટ્રકને ઓવરટેક કરી જમીન પરથી પથ્થરો હાથમાં લઇ ટૂંક ઉભી રખાવી ગાળા ગાળા કરી ફરી પાસે બસો રૂપિયા માંગી તથા બીજા સો રૂપિયા માંગી સો રૂપિયા આપવા જતા પાકીટ લુંટી ફરીના પાકીટમાં રહેલા ૨૫૦૦/- રૂપિયા કાઢી લઇ મોબાઇલ કિ.રૂ ૫૦૦૦/-મળી કુલ રૂ.૭૫૦૦/- લુટી લઇ કંડક્ટર વીકીભાઇને હાથમાં લાકડીના સપાટા મારી લૂંટ ચલાવી નાસી ગયા હતા.

આ ગુના સંદર્ભ એમ.બી.ચૌહાણ પો.સબ.ઇન્સ, દેડીયાપાડા પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમી હકિકત આધારે આ ગુનાના કામના આરોપીઓ (૧) નિરંજનભાઇ ઉર્ફે નિરૂ રમેશભાઇ વસાવા રહે-કેવડી સ્ટેશન ફળીયા તા.ડેડીયાપાડા જિલ્લો નર્મદા તથા (ર) મિતેશભાઇ રામાભાઇ વસાવા રહે-આંબાવાડી, બુટવાલ ફળીયા, તા.ડેડીયાપાડા જિલ્લો નર્મદા તથા (૨) જીજ્ઞેશભાઇ ચીમનભાઇ વસાવા રહે-આંબાવાળી, બુટવાળ ફળીયા તા.ડેડીયાપાડા જિલ્લો નર્મદા નાઓએ અંજામ આપેલ હોવાની હકિકત જાણવા મળતા આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢી ચોરાયેલ રૂપિયા અને મોબાઈલ રિકવર કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है