બ્રેકીંગ ન્યુઝ

મુજલાવ નજીક આવેલી કાવ્યા ખાડી પર લો લેવલ બ્રીજ પર વરસાદનાં પાણી ફરી વળ્યાં!

માંગરોળ અને વાલિયા તાલુકાને બારડોલી સાથે જોડતો સંપર્ક તુટ્યો? રાહદારીઓને બારડોલી, બોધાન જવા પંદર કિલોમીટરનો વધારાનો ફેરાવો કરી માંડવી વાયા બારડોલી જવું પડશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત

સુરત જિલ્લાના મુજલાવ ગામ નજીકથી પસાર થતી કાવ્યા ખાડી  પર બનાવેલ લો લેવલ બ્રીજ ઓવર ફ્લો થઇ ગયો:  કાવ્યા ખાડીમાં પુરની સ્થિતિ સર્જાય,   ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે, જેને પગલે માંગરોળ,વાલિયા તાલુકાનાં સમગ્ર રાહદારીઓને  બારડોલી, બોધાન જવા માટે પંદર કિલોમીટરનો વધારાનો  ફેરાવો ફરીને માંડવી થી બારડોલી જવું પડશે, અગાઉ પણ આજ લો લેવલ બ્રીજ પરથી એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો, હવે ફરી થી લોકોમાં પુલની માંગ પ્રબળ બની છે, પ્રજાજનો  વર્ષો થી માગ કરી રહયા છે કે આ ખાડી  ઉપર હાઈ લેવલ બ્રીજ  બનાવવામાં  આવે છતાં હજુ સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી  નથી. કોઈ અનહોની બને તે પહેલાં તંત્ર અથવા જવાબદાર વિભાગ કે લોક પ્રતિનિધિઓ લોક સમસ્યા ધ્યાનમાં લે તે જરૂરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है