બ્રેકીંગ ન્યુઝ

માંગરોળનાં નાનીનરોલી ગામે બે શખ્સોએ વેપારીને ધમકી આપી પડાવી ખંડણી!

કરીયાણાની દુકાન ચલાવતા લાડુંભાઈ ગુજ્જરની પાસે તેમનાં જ ગામનાં બે શખ્સોએ ફોન પર મારી નાંખવાની ધમકી આપી, ખંડણીની કરી માંગ.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર.

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે બે શખ્સોએ એક વેપારીને ધમકી આપી દશ હજાર રૂપિયા ખંડણી પેટે લીધા.

સુરત જિલ્લના માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે રહી કરીયાણાની દુકાન ચલાવતા લાડુંભાઈ ગુજ્જરની પાસે તેમનાં જ ગામનાં બે શખ્સોએ ફોન પર મારી નાંખવાની ધમકી આપી, ખંડણીની કરી હતી માંગ.

નાનીનરોલી ગામનાં હનીફ અશરફ મલેક અને આમીર હનીફ મલેક નાઓમાંથી હનીફ મલેકે ,લાડુંભાઇને મોબાઈલ ઉપર જણાવ્યું કે ગામમાં ધધો કરવો હોય તો મને પૅસા આપવા પડશે, ન આપશે તો મારી નાંખીશ, ત્યારબાદ સાંજના સમયે બીજા  મોબાઈલ ઉપરથી ફોન આવ્યો અને એણે કહયું કે હું આમીર હનીફ મલેક બોલું છું, તારે પૅસા આપવા છે કે નહીં ? ન આપશે તો તારી હાલત થોડા દિવસ પહેલા મુસાભાઈ પટેલની કરી હતી એવી થશે, પૅસા એમ.એસ. ટ્રાવેલની ઓફિસ ઉપર  ઇકબાલ ઇલ્યાસ મલેકને આપી દેજે, જેથી હું (લાડુંભાઈ ગુજ્જર) ગભરાઈ ગયો હતો, જેથી મારો પુત્ર નામે ચેતન સાથે દશ હજાર રૂપિયા  ટ્રાવેલની ઓફિસે મોકલી આપ્યા હતા. આ બંને શખ્સો અગાઉનાં એક ગુનામાં માંગરોળ પોલીસ કસ્ટડીમાં હોય, લાડુંભાઈ એ આ બનાવ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં ,પોલીસે ઉપરોક્ત બને શખ્સો સામે ખડણી સહીતની કલમો સાથે એફ.આઇ.આર. દાખલ કરી વધુ તપાસ એ.એસ.આઇ.જયપાલસિંહ મનુભાઈ ચલાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है