દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણીનુ પરિણામ જાહેર :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલનો ૫૯,૪૭૫ મતે વિજય ઘોષિત:

૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે હાથ ધરવામા આવી હતી. જેમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલનો ૫૯,૪૭૫ માટે વિજય નોંધવા પામ્યો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલી મતગણના દરમિયાન કુલ ૩૬ રાઉન્ડ સહીત ૧ પોસ્ટલ બેલેટના રાઉન્ડ સાથે જુદા જૂદા ૧૦ ટેબલો ઉપર ગણતરી હાથ ધરવામા આવી હતી. ગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને કુલ ૯૪,૦૦૬ મત મળવા પામ્યા છે. જયારે તેમના નજીકના હરીફ ઉમેદવાર શ્રી સૂર્યકાંતભાઈ ગાવીતને (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ૩૩૯૧૧, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર શ્રી બાપુભાઈ જાન્યાભાઈ ગામીતને ૧૨૩૪, અપક્ષ ઉમેદવાર શ્રી જીતેન્દ્રભાઈ હીરુભાઇ ગામીતને ૩૯૬, અપક્ષ ઉમેદવાર શ્રી દિનેશભાઈ ધાકલુભાઈ હાડળને ૩૧૪, અપક્ષ ઉમેદવાર શ્રી ચિરાગભાઈ ભરતભાઈ પટેલને ૪૨૮, અપક્ષ ઉમેદવાર શ્રી મનુભાઈ મોહનભાઈ ભોયેને ૫૪૨, અપક્ષ ઉમેદવાર શ્રી યોગેશભાઈ સોનીરાવભાઈ ભોયેને ૪૦૦, અપક્ષ ઉમેદવાર શ્રી મુકેશભાઈ જમનાદાસ વાડેકરને ૯૨૮ મળી કુલ ૧,૩૨,૧૫૯ માન્ય મતો તથા ૨૯૩૯ નોટાના મતો સહીત કુલ ૧,૩૫,૦૯૮ મતોની ગણતરી હાથ ધરવામા આવી હતી. જેમા ૧૪૪૨ પોસ્ટલ બેલેટનો પણ સમાવેશ થાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષકશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ હતું. આ ઉપરાંત આ ચૂંટણીમા પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ મળી કુલ ૧,૩૫,૦૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है