બ્રેકીંગ ન્યુઝ

સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની અગમ્ય કારણોસર આત્મહત્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છાત્રાલયમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

વિદ્યાર્થી એલિસન વનરાજ વસાવા ઉમરપાડા ગામનાં  ટેડગા ફળિયાનો વતની છે.

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને હાલ સરકારી કુમાર છાત્રાલય વાંકલ ખાતે રહેતા ઉમરપાડાના એક વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.એલિસન વનરાજભાઈ વસાવા રહે. ઉમરપાડા,ટેડગા ફળિયુ ઉંમર વર્ષ 20,વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં એસ.વાય બીએસસીમાં અભ્યાસ કરતો હતો આ યુવક કોલેજમાં અભ્યાસ માટે ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં રોકાયો હતો. યુવકે કોઈક અગમ્ય કારણોસર છાત્રાલયના રૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી અન્ય વિદ્યાર્થીઓ જ્યારે છાત્રાલયમાં સાંજે પરત ફર્યા ત્યારે આ યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં તેઓને જોવા મળી હતી આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે કટરથી દરવાજો તોડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી, અને કોઈ સ્યુસાઈટ નોટ મળવા પામી નથી, પરંતુ પંથકમાં લોકમુખે ચાલતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है