બ્રેકીંગ ન્યુઝ

સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંઘઠન, દ્વારા કલેકટર તાપીને આવેદનપત્ર સુપ્રત કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંઘઠન, દ્વારા કલેકટર તાપીને આવેદનપત્ર સુપ્રત કરાયું:

તાપી: વીજ બિલમાં રાહત આપવા અને સિક્યુરિટી ડિપોઝિટના નામે કરાતા ઉઘરાણા બંધ કરવા બાબતે સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંઘઠન આવ્યું હરકતમાં:

નાણાકીય વર્ષ 2021 2022 ના વીજ વપરાશ મુજબની પ્રવર્તમાન નિયમોને આધીન સિક્યુરિટી ડિપોઝિટ ભરપાઈ કરી આપવા બાબત ની નોટીસ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી વ્યારા રૂરલ દ્વારા વીજ વપરાશકારોને બીલ ના રૂપમાં ભરણા ની નોટિસ આપવામાં આવેલ છે અને સિક્યુરિટી ડિપોઝિટ ના ભરવામાં આવે તો વીજ કંપની ગ્રાહકને અપાતો વીજ પુરવઠો બંધ કરશે જે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે, 

સરકાર વીજળી કંપનીઓના રક્ષણ માટે ખુલ્લા દોરથી નિયમો કે કાયદાઓ બનાવે છે ! જ્યારે એની સામે સમીક્ષા કરીને આમ જનતાને રાહત આપવા શા માટે નિયમો કે કાયદાઓ બનાવતા નથી ??? શા માટે નિયમિત વીજળી બિલ ભરતા ગ્રાહકોને સિક્યુરિટી ડિપોઝિટ ન ભરે તો વીજ પુરવઠો બંધ કરવાની ધમકીઓ આપવામાં આવે છે અહીં સિક્યુરિટી ડિપોઝિટ થી દક્ષિણ ગુજરાત વીજ કંપની સિક્યોર થઈ જાય છે જ્યારે આમ જનતા ક્યારે સિક્યોર થશે??? શું રાજ્ય સરકારની આ બાબતે કોઈ જવાબદારી જ નથી???

અહીં ઉલ્લેખ કરવો એ રહ્યો કે એલઇડી અને એનર્જી સેવર ઇલેક્ટ્રિક સાધનોનો વપરાશ પછી ના આજના વીજળી બિલ અને કેટલાક સમય પહેલા ના સો વોટના સાદા બલ્બના વપરાશમાં આવતા વીજળી બિલ મા ઘણો તફાવત છે એવું દેખાઈ આવે છે કે વીજકંપનીઓ સાથે રાજ્ય સરકાર દ્વારા આમ જનતાને માત્રને માત્ર લૂંટવામાં જ આવે છે તફાવત નીચે જુઓ

100w ના સાદા બલ્બ ના વપરાશ થી નહિવત બિલ આવતું હતું.

40w ટ્યુબ લાઈટ  થી વીજ બિલમાં થોડો વધારો થયો જ્યારે વીજ પુરવઠા નો વપરાશ ઘટયો:

15w સી.એફ.એલ બલ્બ ના વપરાશથી વીર પુરવઠા નો વપરાશ ઘટ્યો જ્યારે વીજબિલમાં ફરી વધારો થયો:

9w એલ.ઇ.ડી. બલ્બ થી વીજ પુરવઠા નો વપરાશ ઓછો થયો જ્યારે વીજ બિલમા અને ઘણો વધારો થયો:

અહીં સાફ દેખાઈ આવે છે કે વીજ પુરવઠો વધારે લેતા ઇલેક્ટ્રિક સાધનો વાપરતા ત્યારે વીજળી બિલ ઓછો આવતો જ્યારે વીજ પુરવઠો ઓછો લેતા ઇલેક્ટ્રિક સાધનો વાપરીએ છીએ ત્યારે વીજળી બિલ વધારે આવે છે;  અને કેટલીક જગ્યાએ વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલ સાદા વીજ મીટર કરતા ડિજિટલ વીજમીટર થી વીજળી બિલમાં વધારો જણાઈ આવે છે આમ કરીને વીજ કંપનીઓ સાથે રાજ્ય સરકાર મળીને આમ જનતાને લૂટી રહે છે; આવા સજોગોમાં રાજ્ય સરકારે વીજળી કંપની ઉપર લગામ લગાવી જોઈએ અને આમ જનતાને રાહત આપવાને બદલે એવું દેખાઈ આવે છે કે રાજ્ય સરકાર સાથે રહીને આમ જનતા ને લૂટવા માટે વીજ કંપનીઓને ખુલ્લા સાઢની જેમ છોડી દેવામાં આવેલ છે બસ મન ફાવે તેમ આમ જનતાને લુટો આવું ફરમાન દેખાઈ રહ્યું છે જે બંધ કરવામાં આવે; 

વીજળી બિલમાં રાહત આપવી અને સિક્યુરિટી ડિપોઝિટ ના નામે વીજ પુરવઠો બંધ કરવાની ધમકી અપાયેલ છે તે અયોગ્ય છે અને સિક્યુરિટી ડિપોઝિટ ના નામે કરાતા ઉઘરાણા બંધ કરવામાં આવે એવી જાહેર જનતાની સાથે સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંઘઠન(સુચિત) ની માગ છે જો આ અંગે યોગ્ય ઉકેલના લાવવામાં આવે તો આવનારા દિવસોમાં જાહેર જનતા સાથે સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંઘઠન(સુચિત) દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાર્યક્રમનુ આયોજન કરશે જેની તમામ જવાબદારી વહીવટી તંત્ર ની રહશે જેવી ચીમકી ઉચ્ચારી હતી.
હવે જોવું રહયું કે આ બાબતે જવાબદાર વિભાગ અને તંત્ર કેટલું સજાગ બંને છે, તે જોવું રહયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है