બ્રેકીંગ ન્યુઝ

શરીર સબંધી ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી 

વાગરા તાલુકાના “સાયખા જી.આઇ.ડી.સી.” પાસે બનેલ શરીર સબંધી ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપી ઇલીયાસ તથા રીયાજને દહેગામ ખાતે બનેલ નવા એકક્ષપ્રેસ હાઇવે ખાતેથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

તા.૧૫/૦૩/૨૦ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કારવા તથા આપેલ સુચના આધારે શરીરસબંધી વિગેરે ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જે.એન,ઝાલા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી, શરીર સબંધી વિગેરે ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ગઇ તા.૦૭/૦૨/૨૦૨૨ ના રોજ “સાયખા જી.આઇ.ડી.સી.” ખાતે આ કામના આરોપીઓએ ભોગબનનારને લાકડાના ડંડા વડે તથા ચપ્પાના ઘા મારી ગંભીર ઇજાઓ કરી ગુનો કરેલ હતો, જે અનુસંધાને વાગરા પોસ્ટે ગુર.નં- પાર્ટ એ – ૧૧૧૯૯૦૫૬૨૨૦૦૩૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૫૦૪,૫૦૬(ર), ૪૨૭૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૩૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ થયેલ હતો. આજરોજ એલ.સી.બી ભરૂચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સથી તથા ટેકનીકલ સર્વેલન્સથી મળેલ હકિકત આધારે ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા નીચે જણાવેલ આરોપીઓને દહેગામ ખાતે બનેલ નવા એક્ષપ્રેસ હાઇવે ખાતેથી ઝડપી પાડી એલ સી બી. કચેરી ખાતે લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે અને વાગરા પો.સ્ટે જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી: 

(1) ઈલ્યાસ અલ્લી મલેક ઉ.વ.૨૭ રહેવાસી-દેરોલ, નવીનગરી, તા.જી.ભરૂચ (ર) રીયાઝ ઈદ્રીશ પ્યારી જાતે વોરા પટેલ ઉવ ૨૭ રહેવાસી દેવલા બંગ્લામસ્જીદ ખડકી તા. જંબુસર જી.ભરૂચ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત મોબાઇલ નંગ-૦૨ કિ.૩ ૫,૫૦૦/

વોન્ટેડ ગુનાની વિગત: 

વાગરા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૧૯૯૦૫૬૨૨૦૦૩૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૭,૫૦૪,૫૦૬(ર),૪૨૭, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૩૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

ગુનાહીત ઇતિહાસ (૧) આરોપી ઈલ્યાસ અલી મલેક વર્ષ ૨૦૧૪ માં ભરૂચ તાલુકા પો.સ્ટે.માં મારામારીના ગુનામાં પકડાયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:

પો.સ.ઇ. એ એસ ચૌહાણ, પો.સ.ઇ. જે.એમ જાડેજા તથા અ.હે.કો. ઇરફાનભાઇ તથા અરે કો જોગેન્દ્રદાન તથા અ.હે.કો.સંજયદાન તથા પો.કો કીશોરસિંહ તથા પૌ કો તનવીર તથા પો.કો.દિપકભાઈ તથા ફિરોજભાઇ તથા પો.કો.નરેશભાઇ તથા પો.કો.મયુરભાઇ તમામ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है