બ્રેકીંગ ન્યુઝ

વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં તોડબાજી કરનારા ને ઝડપી પાડતી પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર અને માનવ અધિકાર કાર્યકરની ઓળખ આપી  તોડબાજી કરનારા ને ઝડપી પાડતી વિવેકાનંદ નગર પોલીસ: 

ગુજરાત પોલીસ હવે સતર્ક બને છે ત્યારે પીળું પત્રકારત્વ કરનાર અને તોડબાજોમાં ફફડાટ મચી જવા પામ્યો છે..! 

અમદાવાદ: ન્યુ  જય અંબે ફટાકડાની ફેકટરીમાં મિડીયાવાળા તથા હયુમન રાઇટસ વાળા હોવાની ઓળખાણ આપી ફેક્ટરીમાં બાળ મજુરો રાખેલ છે. તથા ફેકટરીમાં પરવાના કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખેલ છે. તેમ કહી ફેક્ટરીનો વિડીયો ઉતારી જે વિડીયો મિડીયામાં આપી લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપવાની ઘટના બહાર આવી છે, 

ગત દિવસોમાં  સુરતમાં પણ આવોજ કીસ્શો બહાર આવવા પામ્યો હતો, મિડીયાવાળા તથા હયુમન રાઇટસ વાળા હોવાની ઓળખાણ આપીને ધાક ધમકી આપીને રૂપિયા પડાવતા ઈસમો સુરત પોલીસના હાથે ચડ્યા હતાં. મળતી માહિતી મુજબ તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. 

મળતી માહિતી મુજબ અમદાવાદની ઘટનામાં રૂ.૧,૨૦,૦૦૦/- બળજબરીથી કઢાવી લઇ તોડ કરેલ. આરોપી (૧) સુરેશગીરી મહોનગીરી ગૌસ્વામી ઉ.વ. ૩૩ રહે. મકાન નં. ઇ-૪૦૩, સુવાસ ઓરમ સોસાયટી, ઓઢવ, અમદાવાદ (૨) પ્રેરક મનહરભાઇ ત્રીવેદી ઉ.વ. ૩૮ રહે. મકાન નં. ૨, છોટાલાલ પાર્ક, અમુલ ચાર રસ્તા, ઘોડાસર, અમદાવાદ (૩) દેવેન્દ્ર ચંદુમાઇ કોટવાલ ઉ.વ. ૪૬ રહે, મકાન નં. ૪૪, દ્રારકેશધામ સોસા., વિરાટનગર ૧૦૦ ફુટ રોડ, ઓઢવ, અમદાવાદ (૪) વિજયકમાર ચન્દ્રબાન વર્મા ઉ.વ.૨૫ રહે. મકાન નં. ડી-૩૦૨, મહાદેવ એવન્યુ ફ્લેટ, ન્યુ આર.ટી.ઓ. નજીક, વસ્ત્રાલ, અમદાવાદ નાઓને પકડી પાડી તેઓની પાસેથી સદર ગુન્હાનો મુદ્દામાલ સાથે તમામ મુદ્દામાલ રૂ.૧,૨૦,૦૦૦/- રીકવર કરી તથા મોબાઇલ નંગ ૩ ની કુલ કિ.રૂ.૧૩૦૦૦/-મળી તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ. ૧,૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है