બ્રેકીંગ ન્યુઝ

યાહા મોગી ચોક પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

યાહા મોગી ચોક પાસે વિદેશી દારૂ ના ૧,૨૭,૪૭૫ નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ;

તારીખ ૧૪ ઓગષ્ટ શનિવારના રોજ ડેડીયાપાડા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ટોયોટા કવાલીસ ગાડી નંબર GJ-05-CB-8731 શંકાસ્પદ લાગતા તેને પોલીસ દ્વારા અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કાચના કવાટરીયા નંગ ૨૫ કિંમત રૂપિયા ૨,૫૦૦/- ,બિયર ટીન નંગ ૯૬ કિંમત રૂપિયા ૯,૬૦૦/- રોયલ બ્લ્યૂ વહીસ્કી નંગ ૧૭૫ કિંમત રૂપિયા ૧૪,૮૭૫/- મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦/- ફોર વ્હીલર ગાડીની કિંમત ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૭,૪૭૫/- ના મુદ્દામાલ સાથે કિસન રામાભાઈ વસાવે રહેવાસી તિન ખુણીયા, અક્કલકુવાને ઝડપી પાડી કાયદેસર ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है