બ્રેકીંગ ન્યુઝ

બોગસ આદિવાસી બની આદિવાસી યુવતીઓ ને લગ્નની જાળમાં ફસાવવામાં આવતી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લામાં બોગસ આદિવાસી બની આદિવાસી યુવતીઓ ને લગ્નની જાળમાં ફસાવવામાં આવતી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ: નર્મદા ભરૂચ જીલ્લાના રાજકારણમાં ગરમાટો: 

આદિવાસી યુવતીઓને કોણ ફસાવે છે ?? તપાસનો વિષય!

પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંડળની એક બેઠકમાં આદિવાસીઓને લગતા પ્રશ્નોને ઉજાગર કર્યાં હતાં, જેમાં આદિવાસી યુવતીઓ સાથે બોગસ લોકો આદિવાસીના સ્વાંગ રચીને લગ્ન કરતા હોવાનો ધડાકો કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ સેલંબા ખાતેના ભારતીય જનતા પાર્ટીના મંડળની બેઠકમાં પોતાનાં વક્તવ્ય માં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લામાં કેટલાક લોકો ખોટા આદિવાસી બની જીલ્લાની આદિવાસી છોકરીઓને ફસાવતા હોય છે, તેમની સાથે લગ્ન કરી બે ત્રણ વર્ષ આદિવાસી યુવતીઓ સાથે રહી તેમને છોડી દેવામાં આવે છે, અને આ બોગસ બની બેઠેલા આદિવાસીઓ બીજી આદિવાસી યુવતી સાથે લગ્ન કરે છે, જેથી આવા લોકો જે આદિવાસી યુવતીઓનું શોષણ કરે છે તેવા લોકો નો સહુને સાથે મળી ને વિરોધ કરવાની હાંકલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી હોવાનો દાવો કરીને યુવતીઓ ને આયોજન પૂર્વક ફસાવી બાદમાં શોષણ કરી ને છોડી દેવાનાં ઘણા કિસ્સાઓ આદિવાસી પટ્ટીમાં જોવાં મળે છે,  લોકો પોતાનાં પ્રતિનિધિ ચૂંટી ને પોતાનાં વિસ્તાર નો આવાજ બુલંદ કરવા અને સમશ્યાઓનું નિરાકરણ લાવવા ગ્રામ્ય કક્ષાએ, તાલુકા  જીલ્લા, ધારાસભા અને સંસદમાં મોકલતા હોય છે, પરંતુ હાલના સમયની વાસ્તવિકતા આપણને વિચારવા મજબુર કરે છે,

આ ઉપરાંત તેઓએ જાતિ અંગે ના પ્રમાણપત્રો નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જે પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે તે રદ કરી અને જે કાયદો આદિજાતિઓનાં પ્રમાણપત્રો માટે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ તેનો અમલ કરવામા આવે ની માંગ તમામ આદિવાસી સમાજના આગેવાનો કરે એવી હાંકલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના કાર્યક્ર્મમાં સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી યુવતીઓના બોગસ આદિવાસીઓ સાથે લગ્ન થતાં હોવાનો મુદ્દો ઉઠવ્યો છે ત્યારે આ મામલે સરકાર આવા બોગસ આદિવાસીઓને કયારે ઠેકાણે લાવશે? કે પ્રોત્સાહન આપશે..? કોણ કરી રહ્યું છે આદિવાસી યુવતીઓનું શોષણ? આ માંમલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે ત્યારે આની તપાસ હાથ ધરવામાં આવશે ખરી?? કે પછી નિવેદન બાબતે સમય પર કોઈ બીજો અર્થ કાઢી ને મામલો દાબી દેવાશે? બોગસ બની બેઠેલા આદિવાસીઓ સામે આદિવાસી યુવતીઓના શોષણ મામલે કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે ??

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है