બ્રેકીંગ ન્યુઝ

બુટલેગરે અપનાવી નવી ટ્રિક: સાગબારા પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

બુટલેગરે અપનાવી  નવી ટ્રિક: ટી.સી.ની પેટીઓમાં દારૂની હેરાફેરી કરતા હતા: સાગબારા પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો;

સાગબારા પોલીસે રૂપિયા ૧૩.૫૪ લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી;

નર્મદા: સાગબારા પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપા મારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સગબારા પોલીસને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી વોચમાં હતા. દરમિયાન ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપી પડ્યા હતા. આઇસર ટેમ્પો નંબર GJ.01.JT 7228 માં ટી.સી.જેવા દેખાવવાળી લોખંડ પતરાની પેટીઓની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ બીયર ટીન નંગ-૨૦૮૮ કિમત રૂપિયા- ૭,૧૭,૬૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન ટી.સી. જેવા દેખાવવાળી લોખંડની પેટીઓ નગ-૧૬ કિંમત રૂપિયા -૩૨,૦૦૦/- તથા આઇસર ટેમ્પો નંબર રૂપિયા – ૬,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૩,૫૪,૬૦૦/- સાથે બે આરોપીઓ (૧) અનવર સલીમ ખાન (૨) રીહાન સલીમ ખાન ને પકડી પાડેલ તેમજ વોન્ટેડ આરોપી (૧) હરીશભાઇ પટેલ વિરૂદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી પ્રોહીબીશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है