બ્રેકીંગ ન્યુઝ

પ્રોહી એક્ટના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી: 

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી: 

ડોલવણ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૯૨૦૦૫૬૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ – ૬૫ એ-એ,૮૧,૮૩ મુજબના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી,

પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.તાપીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અનાર્મ.એ.એસ.આઇ. સોમનાથભાઇ સંભાજી તથા હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં.૬૬૩ પો.કો.વિપુલભાઇ રમણભાઇ બ.નં.૫૦૬, પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ બ.નં.૫૨૩,પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ બ.નં.૭૭ નાઓ સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનાર્મ.એ.એસ.આઇ સોમનાથભાઇ સંભાજી બ.નં, ૩૩૨નાઓને મળેલ બાતમી હકિકત આધારે ડોલવણ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૯૨૦૦૫૬૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ – ૬૫ એ-એ ૮૧,૮૩ મુજબના ગુનાના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી ગણેશભાઇ ચીમનભાઇ ગામીત ઉ.વ.૩૧ ધંધો – એ.સી. રીપેરીંગ રહે, રાજપુત ફળીયુ પણદા બારડોલી, રાયમ સુરત તા. બારડોલી જી.સુરતનાને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તથા પકડાયેલ આરોપીની ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है