દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા: સમગ્ર દેશમાં COVID-19 ની અસરો ધ્યાને લેતાં National Disaster Management Authority ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦/૦૯/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનની અવધિ તા.૨૭.૧૦.૨૦૨૦ના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે, જે અન્વયે આમુખ-(૧) તથા આમુખ-(૨) ના જાહેરનામાથી જરૂરી હુકમો બહાર પાડવામાં આવેલ છે.

રાજયમાં કોરોનાની હાલની સ્થિતિ લક્ષમાં લેતાં ખુલ્લામાં તથા બંધ સ્થળોએ લગ્ન/સત્કાર સમારંભ તથા અન્ય ઉજવણીઓના આયોજનમાં તેમજ મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ ધાર્મિકવિધિ દરમ્યાન વ્યક્તિઓની સંખ્યાની મર્યાદા નિયંત્રિત કરવા બાબતે ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા સંદર્ભ-૩ થી હુકમ કરવામાં આવેલ છે.

આમુખ-(૩) મુજબની Guidelines અન્વયે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અઘિનિયમ)ની કલમ -૧૪૪ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -૩૪ ની રૂએ એક જાહેરનામા દ્વારા કરાયેલ હુકમ અનુસાર આમુખ-(૨) ના તા.૦૨/૧૧/૨૦૨૦ ના હુકમથી બહાર પાડવામાં આવેલ સુચનાઓમાં તા.૨૫/૧૧/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે.

તદ્દઅનુસાર, લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ/ બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહિ, પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની રહેશે. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિક વિધીના કિસ્સામાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં મંજૂરી આપવાની રહેશે.

આ હુકમની અમલવારી તા.૨૫/૧૧/૨૦૨૦ ના થી અમલી બનશે. અત્રેની કચેરીના આમુખ-(૨) ના જાહેરનામા ની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૫/૧૧/૨૦૨૦ ના થી આવનાર દિવસોમાં બીજો હુકમ ના થાય ત્યાં સુધી કરવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है