બ્રેકીંગ ન્યુઝ

નેત્રંગમાં નલ સે જલ યોજનાની ટાંકીના કામમાં શ્રમજીવીઓને કોઈ સુરક્ષા સાધનો વગર કામ કરવા મજબુર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નેત્રંગમાં નલ સે જલ યોજનાની ટાંકીના કામમાં શ્રમજીવીઓને કોઈ સુરક્ષા સાધનો વગર કામ કરવા મજબુર ..!

નેત્રંગ વાલીયા તાલુકાના લોકોને ઘર બેઠા પીવાનું પાણી મળે તે માટે ગુજરાત સરકારે આશરે 550 કરોડની નલ સે જલ યોજના કરજણ નદી માંથી પાણી લાવી આ યોજનાનું નિર્માણ કાર્ય પ્રગતી પર ચાલી રહ્યું  છે. આ યોજનામાં અલગ-અલગ ત્રણ વિભાગ પાડી અલગ અલગ 3 કોન્ટ્રાક્ટરોને તેની કામગીરી ટેન્ડર મુજબ સોંપવામાં આવી છે .પરંતુ આ કોન્ટ્રાક્ટરો ટેન્ડર મુજબનું કામ નહીં કરી ધારાધોરણને નેવે મૂકીને મન ફાવે તેમ અને પોતાની  રીત મુજબના કામ કરી રહ્યા છે.
આ યોજનામાં નેત્રંગ ખાતે પાણી આપવા માટે ચંદ્રવાણ ગામના ટેકરા ઉપર એક સો ફૂટ ઊંચાઇની આરસીસી ટાંકી બનાવવામાં આવી રહી છે જેમાં આજદિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા એક ટીપું પણ પાણી છાંટવામાં આવ્યું નથી ઉપરથી તેના મજૂરો અને કારીગરોને કોઈપણ જાતની સેફટી સાધનો વગર ટાંકીની ઉપર ભગવાન ભરોસે અને જીવ જોખમમાં મૂકી કામ કરવામાં મજબૂર કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રંગ તાલુકામાં ગામેગામ અને ઘરેઘર પીવાનું પાણી પહોંચાડવા વાસ્મો વિભાગના મોનીટરીંગમાં પાઈપલાઈન નાખવાનું અને આરસીસી ટાંકી બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.પરંતુ આ કામગીરી કરતી એજન્સી દ્વારા ખૂબ હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરી સાવ તકલાદી કામગીરી કરી રહ્યા છે, જેવાં અનેક આક્ષેપો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. તેમાં ક્યારેય કોઈપણ આરસીસી કે ચણતર પ્લાસ્ટર ઉપર પાણી પણ છાંટવામાં આવતું નથી. કદાચ બની શકે કોઈ અલગ ટેકનોલોજી અથવા કોઈ નવા સંશોધન મુજબના કામો ચાલી રહ્યા ની ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે, કે કેવી નવી ટેક્નોલોજી વિકાસ પામી કે હવે  બાંધકામ પછી  પાણી છાટવાની જરૂરત પડતી નથી.? 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है