બ્રેકીંગ ન્યુઝ

નાલ ગામે ૦૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને રાજપીપળા કોર્ટે ૨૦ વર્ષની કેદ ફટકારી :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સાગબારા તાલુકાના નાલ ગામે ૦૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને રાજપીપળા કોર્ટે ૨૦ વર્ષની કેદ અને ૨૫ હાજર રૂપિયાનો દંડ ફટકારતા અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે.

ઘટનાની વિગત જોઈએ તો તારીખ ૧૯.૦૮.૧૯ ના રોજ શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભોગ બનનાર બાળકી અને તેના ભાઈ ને સવારે શાળાએ મોકલી માતા પિતા અને પરિવારના સભ્યો ખેતરના કામ અર્થે બીજા ગામે ગયા હતા શાળાએથી પરત આવ્યા બાદ ભોગ બનનાર બાળકી અન્ય સાથી બાળ મિત્રો સાથે ફળિયામાં રમતા હતા ત્યારે આરોપી અક્ષયભાઈ ગીજાભાઈ વસાવા રહે. નાલ ઉં. ૨૪ વર્ષ ભોગ બનનાર બાળકીને મોબાઈલમાં પિક્ચર બતાવવા અને મેજિક બોલ અપાવવાની લાલચ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે બાળકીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા બાળકી ભાગીને ઘરે આવી ગઈ હતી અને ભોગ બનનાર બાળકીના માતા પિતા સાંજે ઘરે આવતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી ત્યારે આરોપીના ઘરે તપાસ કરતા આરોપી ભાગી ગયો હતો સમગ્ર મામલે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૪૨, ૩૬૩, ૩૭૬(એ,બી) તથા પોકસો અધિનિયમ કલમ ૪, ૬, ૮ ગુના સબબ આરોપી અક્ષય ભાઈ ગીજાભાઈ વસાવા ને આરોપી ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫ હજાર નો દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है