બ્રેકીંગ ન્યુઝ

નામદાર સરકાર દ્વારા રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની જોગવાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી ની જનતા ને જાહેર અપીલ ::

નામદાર સરકારશ્રીના તા.૨૨/૦૭/૨૦૧૪ ની જોગવાઇ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફકત ગરીબો માટેની જોગવાઇ છે.

સમગ્ર ભારત ભરમાં અનેક રાજ્યોમાં લોકો પોતાની મરજી થી ગેસ સબસીડીની માફક આ અનાજ નો મળતો લાભ સ્વયંમ રીતે છોડી રહયા છે, જયારે બીજી તરફ સોસીયલ મીડિયામાં સરકારી બાબુઓ પર નેતાઓને મળતી સવલતો અને લાભો નો ઉલ્લેખ કરીને ફીટકાર વર સાવી રહયા છે, ” 

નીચે મુજબની પાત્રતા ધરાવતા હોય તેમને સરકારી અનાજ મળવાપાત્ર નથી.

(૧) કુટુંબનો કોઈપણ સભ્ય ૪કે તેથી વધુ પૈડાવાળું વાહન ધરાવતા હોય.

(૨) જે કુટુંબનો  સભ્ય સરકારી કર્મચારી હોય.

(૩) જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય.

(૪) જે કુટુંબનો કોઈપણ સભ્ય આવક વેરો(ઇન્કમટેક્ષ) વ્યવસાય વેરો ચુકવતો હોય.

(૫) જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી હોય અને પિયતવાળી જમીન ધારણ કરતા હોય.

(૬) જે કુટુંબના સભ્ય પેન્શનર હોય.

(૭) આર્થિક સુખાકારી ધરાવતા હોય.

(૮) શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાકુ મકાન ધરાવતા હોય.

(૯) કોઇ પણ ખાનગી કંપનીમાં માસિક આવક રૂા.૧૦,૦૦૦/- થી વધુ હોય. ઉપર મુજબની આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડ ધારકોના કારણે નામદાર સરકારશ્રીને વધારાનો બોજ પડે છે. આવા કાર્ડ ધારક ઇસમોને તા.૩૦/૦૭/૨૦૨૨ સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવા માટે મામલતદાર કચેરી વ્યારા (પુરવઠા શાખા) ખાતે અથવા જે તે ગામની સસ્તા અનાજની દુકાન ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં ચૂક થશે તો તા.૩૦/૦૭/૨૦૨૨ પછી જો કોઇ ઉપર મુજબના કેસો અત્રેની કચેરીએ ધ્યાને આવશે અથવા આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર ઘ્વારા અત્યાર સુધી લીધેલ અનાજની રિકવરી તથા કાયદેસરની કાર્યવાહી તેમજ જરૂર જણાય ફોજદારી ગુનો દાખલ કરવાની ફરજ પડશે. જે જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.

તેમ તા.૨૬/૦૫/૨૦૨૨ની અખબારી યાદી માં ડી.સી.સોનાવાલા,  મામલતદાર વ્યારા નાઓ દ્વારા જાહેર જનતા જોગ સંદેશ અને સસ્તા અનાજ ની દુકાન (ફેર પ્રાઈઝ શોપ) સબંધિત દુકાનદાર તરફ જાણ તથા અમલવારી સારૂં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है