બ્રેકીંગ ન્યુઝ

નર્મદાનાં અનેક ગામનાં લોકોએ પર્યાવરણની સુરક્ષા અને જતન, ખેડાણ અટકાવવા બાબતે આવેદન આપ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા તાલુકાના અલગ અલગ ગામના લોકોએ પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન ખેડાણ અટકાવવા બાબતે આવેદન આપ્યું;

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે તાલુકાના ચુલી, ઉદાલી, અલમવાડી, ભાટપુર ગામના લોકોએ રાજ્યપાલ ને સંબોધીને પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન, ખેડાણ અટકાવવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, આવેદન માં જણાવ્યા મુજબ ભારત દેશ ભારતના બંધારણ મુજબ ચાલે છે. અને મારો વિસ્તાર ભારત દેશના બંધારણની કલમ ૨૪૪ (૧)માં આવે છે. જળ, જંગલ, જમીન અને ખનીજનું બચાવ કરીને અમારો સમાજ જીવી રહ્યો છે.

અમારા ગામમાં દરેક ઘરે પશુપાલન કરવામાં આવે છે. એ ગાય, ભેંસ, બળદો ને જંગલમાં લઈને ધાસચારો ખવડાવવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી આ જંગલોનું નાશ કરીને ગામના મૂડીવાદી લોકોએ રાજકીય વગ ધરાવતાં તેમજ મોટાં લોકોએ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરી લીધી છે. એ લોકોને ગ્રામજનોએ જંગલ નાશ કરવાનું ના પાડયું હોવા છતાં એ લોકોએ દાદાગીરી કરીને ટ્રેકટર તથા JCB મશીનથી જંગલોનો તથા પર્યાવરણનો નાશ કરેલ છે. સ્થાનિક દેડીયાપાડાના જંગલ વિભાગમાં (સોરાપાડા રેંજ) ના અધિકારીઓને જાણ કરી હતી. રૂબરૂમાં વિગતવાર માહિતગાર કર્યા હતા. પરંતુ, તે મોટા- મોટા લોકો. રાજકીય વગ બતાવીને જંગલ ખાતાના અધિકારીઓને તેમનું કામ નિષ્ઠાપૂર્વક કરવા દેતા નથી અને તેઓને દબાવીને રાખે છે. તેથી આપ રાષ્ટ્રપતિશ્રીને અમો અગાઉ પણ અરજી આપી ચુક્યા છે, અને હવે જંગલો અને અમારા પશુપાલનને ચરાવવા માટે જગ્યાનું દબાણ દુર કરવામાં આવે તે માટે તા.10.3.200 ના રોજ અમો ગ્રામજનો અમારી સાથે ગાય – ભેંસો સાથે દેડીયાપાડા મામલતદાર અને પ્રાંત કલેકટરની કચેરીની સામે જ  આમરણ અનશન કરવામાં આવશે, જે પણ અઘટિત  બનાવ બને એના જવાબદાર તંત્ર હશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી  હતી, 
વધુમાં અમારી માંગ છે કે, અમારું જંગલ ફરી થી વિકસીત થવું જોઈએ અને જેમણે જંગલો નાશ કર્યો છે. તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી તમામ ગ્રામજનો ની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है