બ્રેકીંગ ન્યુઝ

દેવમોગરા મંદિર ખાતે દર્શન કરવા આવેલા ધારાસભ્યના પૂત્ર અને જીલ્લા પંચાયતના ભાજપા સદસ્યના જુથો વચ્ચે મારામારી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાનાં દેવમોગરા મંદિર ખાતે દર્શન કરવા આવેલા ધારાસભ્ય ના પૂત્ર અને નર્મદા જીલ્લા પંચાયત ના ભાજપા સદસ્ય ના જુથો વચ્ચે મારામારી: 

ડેડીયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ અને જીલ્લા પંચાયત ડેડિયાપાડા ના સદસ્ય હિતેશ વસાવા સામે પોલીસ ફરિયાદો નોંધાઈ:

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાનાં દેવમોગરા ખાતે ના પ્રસિદ્ધ આદિવાસીઓ ની કુળદેવી મનાતા પાંડોરી માતા ના દર્શન કરવા આવેલા ડેડિયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા અને નર્મદા જીલ્લા પંચાયત ના ડેડિયાપાડા ના સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા સામે ડેડિયાપાડા પોલીસ મથક માં સામસામે ક્રોસ ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગતરોજ ડેડિયાપાડા પાસે ના પાન્ડોરી માતા ના દર્શન કરવા, બાધા આખડી કરવા માટે ડેડિયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા પોતાના મિત્રો સાથે આવ્યો હતો,આ ઉપરાંત નર્મદા જીલ્લા પંચાયત નો ડેડિયાપાડા બેઠક નો સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા પણ પોતાના મિત્રો સાથે આવ્યો હતો. દર્શન કરી પરત ફરતાં બન્ને જુથો વચ્ચે માર્ગ મા મારામારી સર્જાઈ હતી. જે મામલે ડેડીયાપાડા પોલીસ મથક મા સામસામે ફરિયાદો નોંધાઈ છે.

 પોલીસ મથક મા ફરીયાદી પાર્થકુમાર સુરસિંગ ભાઇ વસાવા એ જ્યાવ્યું છે કે પોતે મિત્રો સાથે દેવમોગરા મંદિર દર્શન કરવા આવેલા સાંજે પાંચેક વાગે ડેડીયાપાડા તરફ પરત ફરતાં હતાં ત્યારે માર્ગ વચ્ચે ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા તેના મિત્રો સાથે રસ્તા વચ્ચે પોતાના વાહનો ઉભા રાખી રસ્તો રોકતા વાહનો હટાવવા નુ જણાવતા બન્ને વચ્ચે બોલાચાલી થયેલ જેમાં આરોપીઓ (1) યુદ્ધરાજ કીશોર વસાવા (2) ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા 3) આશિષ દિલીપ વસાવા ત્રણેય રહે. મલજીપુરા તા. ઝઘડિયા જિલ્લો.ભરૂચ સહિત (4) ગૌતમ (5) દિપ્તેશ (6) વનરાજ( 7) ધર્મેશ (8) નિલેશ અને (9) પિયુષ નાઓ એ ફરીયાદી પાર્થ કુમાર ને ગાડી માંથી બહાર ખેંચી માર માર્યો હોવાની અને તીક્ષ્ણ હથિયાર થી જમણા કાંડા પર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ધર્મેશ દીનેશ વસાવા ના ઓ એ નર્મદા જીલ્લા પંચાયત ના ડેડિયાપાડા બેઠક ના ભાજપા ના સદસ્ય (1) હિતેશ ઉર્ફે ભોલા દીવાલ વસાવા (2) પાર્થ સહિત અન્ય ચાર ઇસમો જેમના નામ ઠામ ની ખબર નથી નાઓની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોતે તથા આરોપીઓ દેવમોગરા મંદિર દર્શન કરવા આવેલા જ્યાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં ત્યારબાદ ઘરે પરત ફરતાં રસ્તામાં ડેડીયાપાડા પાસે તેની ઈકો કાર ઊભી રખાવી આરોપીઓ એ મારક હથિયારો સાથે હુમલો કરી પોતાને લાકડી થી માર મારી તથા તીક્ષ્ણ હથિયાર થી ઇજા પોહચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है