બ્રેકીંગ ન્યુઝ

દેડીયાપાડા-ઉમરપાડા તાલુકાના અનેક ગામોથી ઉઘરાણું કરતી એગ્રી વર્લ્ડ સેન્ટર, સામે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા 

દેડીયાપાડા-ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં  વર્ષ-૨૦૨૨ દરમિયાન  ખોટું માર્ગદર્શન આપી ખેડૂતો પાસેથી લાખોનું  ઉઘરાણું  કરી છેતરપીડી કરેલ સંસ્થા એગ્રી વર્લ્ડ સેન્ટર, દક્ષિણ ગુજરાત નાઓ બાબતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને આવેદનપત્ર પ્રાંત અધિકારી  દેડીયાપાડા મારફત મોકલી આપવામાં આવ્યું:

આમ આદમી પાર્ટી દેડીયાપાડા દ્વારા ખેડૂતો માટે લડી લેવાના મૂડ માં અનેક કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા: 

આમ આદમી પાર્ટી દ્વારા જલ્દી ન્યાય નહિ મળે તો આમરણ ઉપવાસ અને અંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી, 

પોતાની ઓળખ પત્રકાર તરીકે આપતાં વસાવા જયદિપભાઈ હરીલાલભાઈ રહે. નિવાલ્વદા નાઓ મુખ્ય સૂત્રધાર કે પછી કોઈ બીજું..?

217 ખેડુતો ને ખેતર માં પાણી નો બોર બનાવવાની લાલચ આપનાર એગ્રી વર્લ્ડ સેન્ટર નીવાલ્દા નાં ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ કરાઈ:

આમ આદમી પાર્ટી ના આવેદનપત્ર માં ઉલ્લેખ કરાયો હતો કે  ડેડીયાપાડા-ઉમરપાડા  તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતોને પોતાની સંસ્થામાં  જોડાવવાની ફી  ૨૫૦/- રૂપિયા ભરીને  સભાસદ બનાવેલ અને ર૧૭ ખેડૂત મિત્રો  પાસેથી ૨૧,૯૯૦/ રૂપિયામાં 300 ફૂટનો બોર કરાવવી આપીને ૨૦ ફુટ જેટલો પીવીસી પાઇપ સાથે બોર મુકી આપવાની લાલચ આપીને  ૨૧૭ ખેડૂતો પાસે થી કુલ રૂપિયા ૪૭,૭૧,૮૩૦/-  તે ૨૧૭ ખેડૂત/સભાસદ બનાવવાના ઈરાદા તરીકે અલગ થી  કુલ રકમ  ફી  ૫૪,૨૫૦/ નું ઉઘરાણું કરેલ  છે. સદર  એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત, નામની સંસ્થા કે સંગઠન માં  કાર્ય કરતાં ઇસમો  જેમના નામો  (૧) વસાવા જયદિપભાઈ હરીલાલભાઈ રહે. નિવાલ્વદા તા.દેડીયાપાડા જી. નર્મદા, ધંધો.  પત્રકાર, પબ્લિક એપ માં  (૨)દેશમુખ જતીનકુમાર પ્રતાપભાઇ નાઓ  મોટા શુકાઆંબા તા.દેડીયાપાડા જી.નર્મદા (૩)વસાવા મેહુલકુમાર ફુલસીંગભાઇ રહે. બલ  તા.દેડીયાપાડા જી. નર્મદાના તમામની આગેવાનીમાં  વિવિધ ગામડાઓના અભણ, અજ્ઞાન અને  ઉડાણ વિસ્તારના ખેડૂતોને લોભામણી  માર્ગદર્શન આપી તેઓ  પાસેથી નાણા ઉઘરાણું કરી આદિવાસી વિસ્તારના ૨૧૭ ખેડૂતો ને કામ નહિ કરી આપતાં રીટન રૂપિયા લેવા માટે આટાફેરા મરાવી રહ્યાની ફરિયાદ થવા પામી હતી, જોવું રહ્યું આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર બાબતે તંત્ર દ્વારા ખેડૂતોને ન્યાય મળે છે કે..નહિ..! 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ઇસમો પાછળ કોઈ વિભાગના સરકારી અધિકારી કે રાજનેતાઓના છુપા આશીર્વાદ તો નથી ને..? 

અત્રે ઉલ્લેખનીય છે કે આવી સંસ્થાઓ અને કંપનીઓ બનાવીને જરૂરતમંદ એવા ખેડૂત મિત્રો પાસેથી કરોડો રૂપિયા પડાવવાનું મશમોટું કોભાડ દક્ષિણ ગુજરાતમાં કાયમ એકપછી એક બહાર આવતું રહે છે, જો આવેદનપત્ર બાબતે વધુ તપાસ કરવામાં આવે તો રેલો બીજા જિલ્લાઓમાં પોહ્ચે તો નવાઈ નહિ; 

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રી સહીત આવેદનપત્ર નર્મદા જીલ્લા કલેકટર સાહેબ અને જીલ્લા પોલીસ વડાને પણ મોકલી આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર માં   છેતરપિંડી કરનાર સામે કાયદેસરની સખ્ત  કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है