બ્રેકીંગ ન્યુઝ

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અલ્ટીમેટમ બાદ એસ.ટી વિભાગ હરકતમાં આવ્યું : 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અલ્ટીમેટમ બાદ એસ.ટી વિભાગ હરકતમાં આવ્યું : 

          પ્રાપ્ત માહિતી અનુસાર ગત સોમવારે ધારાસભ્ય ચૈતરભાઈ એ દેડિયાપાડા ડેપો ઉપર બંધ બસો ચાલુ ન કરાઈ તો દેડિયાપાડા અને અંકલેશ્વર ડેપોને તાળાબંધી નું સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

     આપ ના આ એકમાત્ર આદિવાસી ધારાસભ્યએ સરકાર સામે લડી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

      ભરૂચ વિભાગીય નિયામકે તપાસ કરાવી આજે ૫ બસો ચાલુ કરાવી કોરોના કાળમાં બંધ અન્ય ૫ બસો બે દિવસમાં શરૂ થશે.

    આપ પાર્ટીના ચૂંટાયેલા અને આદિવાસી યુવા નેતા ધારાસભ્ય ચૈતર વસાવા પ્રચંડ બહુમતીથી જીત્યા બાદ જ એક્શનમાં જોવા મળી રહ્યા છે,  અગાઉ નવી સિવિલ હોસ્પિટલ શરૂ નહીં કરવા અંગે સ્થળ મુલાકાત લીધા બાદ આ યુવા MLA એ સોમવારે દેડીયાપાડા ડેપો ની મુલાકાત લીધી હતી ડેપો ઉપર ૩૦ રૂઠો બંધ હોય વિસ્તારની પ્રજા વિદ્યાર્થીઓ અને વેપારી વર્ગને તકલીફ પડી રહી હોય આપ ના ધારાસભ્યએ એસટી તંત્ર અને સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

      બીજી તરફ ભરૂચ GSRTC ના વિભાગીય નિયામક વી.એચ. શર્માએ પ્રજાના પ્રતિનિધિ, અન્ય મુસાફરોના ફોન અને સોશિયલ મીડિયા ને લઈ તુરંત તપાસ કરાવી હતી. જેમાં દેડિયાપાડાના ૧૫ રૂઠો બંધ હોવાનું સામે આવ્યું હતું.

   જે પૈકી સરીબાર નાઈટ, કુકરમુંડા, અંકલેશ્વર મેટ્રો લીંક, ઝગડીયા, બેડવાણ, સેલંબા, મંગળવારથી જ શરૂ કરાવી દીધી હતી. કોરોનામાં ઓછી આવકને લઈ બંધ થયેલી 5 જેટલી બસોના રૂઠ 30 ડિસેમ્બર સુધીમાં એસટી વિભાગ શરૂ કરી દેશે, જેની એક મહિનો સુધી આવક અને મુસાફરોના પ્રવાહને જોઈ ટ્રીપોમાં વધારો કરવાનો નિર્ણય લેવાશે, જ્યારે અન્ય ત્રણ બસો રસ્તા ખરાબ હોય મોટરેબલ રસ્તો બનાવવા સરપંચોને જાણ કરી શરૂ કરવા એસટી વિભાગે તજવીજ હાથ ધરી છે.

પત્રકાર -દિનેશ વસાવા, ડેડીયાપાડા

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है